શુ તમે ભાડેથી કેમેરા આપો છો? તો ચેતી જ્જો

| Updated: August 4, 2022 5:09 pm

હાલ તો અલગ અલગ કૅમેરાઓ, લેન્સ , સ્ટેન્ડ , લાઈટો સહિત 14 ગુનાઓનો ભેદ ઉકેલી 15 લાખથી વધુનો મુદ્દામાલ જ કબજે કર્યો છે જોકે કેટલીક જગ્યાએથી કેમેરા ભાડે લેનાર વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી ન હોવાથી હવે અન્ય જગ્યાએ પણ ફરિયાદ નોંધવાની તજવીજ પોલીસે શરૂ કરી છે.

આજના સમયમાં લોકોને ફોટા અને રિલ્સ પાડવાનો ટ્રેન્ડ વધ્યો છે,જેને લઇને યુવાનો કઇ પણ કરી રહ્યા છે. રિલ્સ બનાવા માટે યુવાનો દરેક વસ્તુઓ ભાડે લઇ આવતા હોય છે,જમાં હાથમાં પહેરવાની ધડિયારથી રહીને પગના સુઝ પણ ભાડે લઇ આવતા હોય છે.ધણી વખત ગળામાં પહેરવા સોંનુ પણ લઇ આવતા હોય છે.ફોટા પાડવા માટે લોકો કેમેરા પણ ભાડે લઇ આવતા હોય છે પરંતુ જો તમે પણ કેમેરા ભાડે આપો છો તો હવે ચેતી જાજો જી હા અમદાવાદમાં બનેલી આ ધટના સાંભળી તમે કેમેરાઓ ભાડા પર આપવાનું બંધ કરી દેશો

અમદાવાદમાં આવેલ કૃષ્ણનગર પોલીસે ૩ એવા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.આ શખ્સો કેમેરાઓ ભાડે લઇને પછી બારોબાર વચી નાખતા હતા અને છેતરપિંડી આચરતા હતા.આ શખ્સોના નામની વાત કરવામાં આવે તો પૂરર શાહ, હિતેશ રાવળ અને મનોજ પરમાર છે.તેઓ ધણા સમયથી આવું કરી રહ્યા હતા પહેલા મોંધા કેમેરા ભાડા પર લઇ આવે અને તેને પછી સસ્તા ભાવે વેચી દેતા હતા.

નિકોલમાં દુકાન છે દુકાનદાર પરેશ ઉર્ફે પાર્થ શાહ કેમેરા ભાડે આપવાનો બિઝનેસ કરે છે.આરોપીઓએ પરેશ ભાઇનો કોન્ટેક કરીને પ્રી-વેડિંગ શૂટના બહાને ભાડેથી માંગ્યો હતો.

પાંચ લાખથી વધુનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા જે બાદ પરેશ ભાઇએ તેમનો સંપર્ક કરતા ફોન બંધ આવ્યો હતો.જે બાદ છેતરપિંડી થઈ હોવાનો આભાસ થતા તેમણે કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી

14 ગુનાઓનો પોલીસે ભેદ ઉકેલવામાં આવ્યો હતો જે બાદ લાખથી વધુનો મુદ્દામાલ જ કબજે કરવામાં આવ્યો છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.