રાજકોટમાં કલેક્ટર દ્રારા જાહેરનામું આપવામાં આવ્યું છે આજથી 30 જૂન સુધી ડ્રોન (Drones) ઉડાવવા પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જાહેર સલામતીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે અને જેને લઇને ખોડલધામ, વીરપુર જલારામ મંદિર, કામનાથ મહાદેવ મંદિર, વેણુ-ફુલઝર-ન્યારી-2 ડેમ, આજી-3 ડેમ, IOC પાઇપલાઇન, રામાપીર મંદિર, યુ-ફ્રેશ ડેરી, સાથે સબ જેલ, જેતલસર રેલવે સ્ટેશન, ગોંડલ બસ સ્ટેશન,
104 સ્થળ આસપાસ આજથી 30 જૂન સુધી ડ્રોન (Drones) ઉડાવવા પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરવામાં આવી છે.

104 સ્થળ આસપાસ આજથી 30 જૂન સુધી ડ્રોન(Drones) ઉડાવવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને તેની સાથે કેન્દ્રીય ગૃહવિભાગના પત્ર બાદ જાહેરનામું બહાર પડાયું હોવાની વાત સામે આવી છે
જાહેરનામાનો ભંગ કરનાર કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે અને તેની સાથે આ જાહેરનામામાં સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને મુક્તિ આપવામાં આવી છે