જસદણમાં નકલી તમાકુ બનાવવાનું મીની કારખાનું ઝડપાયું, પિતા-પુત્રની ધરપકડ

| Updated: January 9, 2022 3:07 pm

જસદણના આટકોટ રોડ પર જાણીતી કંપનીના નામે નકલી તમાકુ બનાવતા મીની કારખાના પર સ્થાનિક પોલીસે દરોડો પાડીને નકલી તમાકુ બનાવવાના સાધનો , પાઉચ તેમજ વજનકાંટા સહિતનો 1.45 લાખનો મુદામાલ કબજે લઇ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી આરંભી છે .આ બન્ને શખ્સ છેલ્લા કેટલા સમયથી આવો વેપલો કરતા હતા અને કોને કોને આવો નકલી માલ મોકલતા હતા એ સહિતની વિગતો મેળવવા પોલીસે બન્નેની પૂછપરછ હાથ ધરી છે .

વિગતો એવી છે કે (જસદણ) ના આટકોટ રોડપર આવેલ સીટી પ્રાઈક સિનેમા સામે પ્લોટીંગ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી હાનિકારક તમાકુ વેચી આરોગ્ય સાથે ચેડાં કરતા કરવાનું રેકેટ ચાલતું હતું. રહેણાંક મકાનમાં ઉર્મીન પ્રોડક્ટ્સ પ્રા . લીમીટેડ કંપનીના કોઈ આધાર પરવાના કે પરમીશન વગર ડુપ્લીકેટ 138 તમાકુ બનાવવાનું અને પાઉચ પેકિંગ કરવાનું કારખાનું ચલાવી માનવ શરીરને નુકસાનકારક વસ્તુઓનું વેચાણ થતું હોવાની જસદણ પોલીસ મથકના પીએસઆઈ એમ.આર. સિંધવને બાતમી મળી હતી .

બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તમાકુના તૈયાર પાઉચ, તમાકુના નકલી પાઉચ, ડુપ્લીકેટ સુગંધિત તમાકું , તમાકુંનું પ્લાસ્ટિક, તમાકું પેકિંગ કરવાનું ઈલેક્ટ્રિક ઓટોમેટીક મશીન અને એક ઈલેક્ટ્રિક વજન કાંટો મળી કુલ રૂ .1.45 લાખનો મુદ્દામાલ મળી આવતાં તે કબજે કરી કારખાનાના માલિક પ્રવિણ ઉર્ફે રઘુ ખાચર કરશનભાઈ રામાણી અને તેના પુત્ર અનીલ પ્રવિણભાઈ રામાણી ( રહે બન્ને હીરપરાનગર -1 , જસદણ ) ની ધરપકડ કરી હતી . પોલીસે બંન્ને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અહેવાલ-રાજેશ લીંબાસીયા

Your email address will not be published.