કચ્છની ધરા ફરી વાર ધ્રૂજી, બે દિવસમાં ભૂકંપનો ત્રીજો આંચકો

| Updated: January 13, 2022 11:41 am

જોરદાર ઠંડી વચ્ચે ફરી વાર કચ્છની ધરા ધ્રૂજી છે.જેમાં બે દિવસમાં આ ત્રીજો આંકડો નોંધાયો છે.કચ્છમાં સતત બે દિવસથી સતત ભૂકંપ આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.કાતિલ ઠંડી વચ્ચેધરા ધ્રૂજી રહી છે એક બાજુ ઠંડી તો એક બાજુ ભૂકંપ(Earthquake)આવી રહ્યો છે.

ઠંડીની સાથે ધરની બહાર નિકળી શકાતું ન હતું અને તેની સાથે હવે આ ભૂકંપના આંચકા પણ હવે કચ્છ વાસીઓને બહાર નહી નિકળવા દે એવું જોવા મળી રહ્યું છે.કચ્છમાં બે દિવસથી ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને તેની સાથે આજે વહેલી સવારે 3.0 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હોવાની વાત સામે આવી છે. દુધઈથી 20 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ વેસ્ટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને તેની સાથે જો વાત કરવામાં આવે લોકોની તો આ સમય દરમિયાન લોકો ઘોર નિંદ્રામાં હતા.આ સમય દરમિયાન ઠંડીની આ સીઝનમાં બધા લોકો ઉંધમાં જ જોવા મળે છે અને આ સમય દરમિયાન સવારના 5:43 વાગ્યે આંચકો આવ્યો હતો.

ગઇ કાલે પણ બુધવારના રોજ કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવામાં આવ્યા હતા અને ત્યારે આ આંચકો રાપર પાસે 02:29 બપોરે 2.30 અનૂભવાયો હતો આ સમય દરમિયાન દિવસ હોવાના કારણે લોકોને આ ભૂકંપની (Earthquake) જાણ થઇ હતી.પહેલા સવારે 11:58 કલાકે પણ રાપર પાસે 2.00નો આંચકો નોંધાયો હતો. રાપરથી 17 કિલોમીટર WNW 2.8 ની તીવ્રતાનો આંચકો તેમજ રાપરથી 18 NNW 2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હોવાની વાત સામે આવી છે.

ભૂંકપના આંચકા લોકોને ડરાવી રહ્યા છે અને સાથે આ ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે.તો સૌથી વધુ ઠંડી કચ્છમાં જ જોવા મળી રહી છે અને આ આંકડાઓ પર નલિયા આંકડા મુજબ રાજ્યનુ સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે.

Your email address will not be published. Required fields are marked *