સુરતમાં કોરોનાએ ફરી ટેન્શન વધાર્યું : અઠવા વિસ્તારની બિલ્ડીંગમાં કોરોના વિસ્ફોટ

| Updated: September 25, 2021 5:19 pm

સુરતમાં કોરોનાએ ફરી પગપેસારો કર્યો છે. સુરતના અઠવા વિસ્તારની બિલ્ડીંગમાં નવ લોકોને કોરોના પોઝીટીવ આવતા સુરત પાલિકાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.   

સુરતમાં અઠવા વિસ્તારના મેઘમયુર એપાર્ટમેન્ટમાં છેલ્લા ચાર દિવસની અંદર બિલ્ડીંગના વોચમેન સહીત નવ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે. એક જ બિલ્ડીંગમાં કોરોના વિસ્ફોટ થતા પાલિકાની ટીમ દોડતી થઇ છે અને એપાર્ટમેન્ટને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. એપાર્ટમેન્ટને હાલ કોઈરાન્ટાઇન કરી બે ગાર્ડ પણ મુકવામાં આવ્યા છે. તેમજ 9 લોકોના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલ વેક્સીનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે પરંતુ અનેક જગ્યાએ લોકો વેક્સીન લીધા પછી માસ્ક ન પહેરી બેદરકારી દાખવી રહ્યા છે. જાહેરસ્થળો પર લોકો માસ્ક નથી પહેરી રહ્યા અને ફરીથી સંક્રમણનું જોખમ વધારી રહ્યા છે. સુરત પાલિકા તંત્રએ લોકોને અપીલ કરી છે કે ભલે વેક્સીનના બન્ને ડોઝ લઇ લીધા હોય તો પણ જાહેરસ્થળો પર માસ્ક અવશ્ય પહેરે અને કોવિડની ગાઈડલાઇનને અનુસરે.

Post a Comments

1 Comment

Your email address will not be published. Required fields are marked *