સર્પની જનોઈ ધારણ કરેલ એકમાત્ર ધ્રાંગધ્રાના એકદંતા ગણપતિ

| Updated: May 5, 2022 4:17 pm

વૈશાખ સુદ ચોથના દિવસે શ્રદ્ધાળુઓ દ્વારા ગજાનન ગણપતિની પૂજા – અર્ચના કરવામાં આવે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ એકદંતા ગણપતિ મંદિરનો વિશેષ મહિમા છે, તે ભારતભરમાં માત્ર 2 જ સ્થળે છે. એક મૂર્તિ ધ્રાંગધ્રામાં (Dhrangadhra) છે, અને બીજી મૂર્તિ દક્ષિણ ભારતમાં છે. ધ્રાંગધ્રાના ગણપતિ દાદાની વાત કરીએ તો, સીધી સૂંઢવાળા અને એકદંત ગણેશ છે. એટલુંજ નહીં ગણેશજી પોતાના પરિવાર સાથે બિરાજમાન છે. અહી દૂર દૂરથી શ્રાદ્ધાળુઓ દર્શને આવી ગણપતિ દાદાને ગોળ-લાડુનો પ્રસાદ ધરાવે છે. 

આ પણ વાંચો: ગ્રીષ્માને મળ્યો ન્યાયઃ હત્યારા ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી

ધ્રાંગધ્રાના (Dhrangadhra) રણમલસિંહજીને આશરે 200 વર્ષ  અગાઉ એકદંતા ગણપતિ મંદિરની સ્થાપના કરી હતી. આ ,મંદિરની વિશેષતા એ છે કે, અહિના ગણપતિએ સર્પની જનોઈ ધારણ કરેલ વિશાળ પ્રતિમા છે. આ સ્થળ પર વૈશાખ સુદ ચોથના રોજ અને ભાદરવા સુદ ચોથના રોજના હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. ચોથન દિવસે અહી શ્રદ્ધાળુઓ માટે હવન- પૂજન, બાધા વિધી, મહાપ્રસાદી સહિત મેળાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે.

Your email address will not be published.