ગાંધીનગર જિલ્લામાં 25 અને 27મી મે ના રોજ યોજાશે રોજગાર મેળો ; જાણો વિગતો

| Updated: May 24, 2022 5:13 pm


(Gandhinagar) ગાંધીનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી – મોડલ કરિયર સેન્ટર ગાંધીનગર દ્વારા તા. ૨૫ અને ૨૭ મી મે, ૨૦૨૨ ના રોજ ઔધોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
(Gandhinagar) ગાંધીનગર જિલ્લામાં તા. ૨૫મી મે, ૨૦૨૨ ના રોજ સરકારી ટેકનિકલ સંસ્થા, અંબિકા બસ સ્ટેશન પાસે, અમદાવાદ- મહેસાણા હાઇવે, કલોલ ખાતે ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળો સવારના ૧૦.૩૦ કલાક યોજાશે. આ ભરતી મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઇ.ટીઆઇ., તમામ ટ્રેડ, ગ્રેજ્યુએટ, થયેલા રોજગાર વાંચ્છુક ઉમેદવાર ભાગ લઇ શકશે.
તેમજ તા. ૨૭મી મે, ૨૦૨૨ ના રોજ માણસા ખાતે માણસા નગરપાલિકા હોલમાં ઔધોગિક રોજગાર ભરતી મેળો યોજાશે. આ મેળો પણ સવારના ૧૦.૩૦ કલાકે શરૂ થશે. આ મેળામાં એસ.એસ.સી, એચ.એસ.સી, આઇ.ટીઆઇ., તમામ ટ્રેડ, ગ્રેજ્યુએટ, થયેલા રોજગાર વાંચ્છુક ઉમેદવાર ભાગ લઇ શકશે
આ બન્ને ભરતી મેળામાં રોજગાર વાંચ્છુક ઉમેદવારોને સહભાગી બનવા માટે જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત ભાજપ ચૂંટણી પહેલા 200 કરોડનું દાન એકત્રિત કરશે

Your email address will not be published.