ઉર્જા વિભાગ કથિત ભરતી કૌંભાડ : અવધેશ પટેલે કર્યો પલટવાર

| Updated: January 5, 2022 8:36 pm

ઉર્જા વિભાગમાં ભરતી કૌભાંડ આચરાયું હોવાના આરોપ લગાવનારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધી શકે છે. યુવરાજસિંહે કૌભાંડમાં સંડોવણી હોવાના જેમના પર આરોપ લગાવ્યા છે એ અવધેશ પટેલે ધનસુરા પોલીસ સમક્ષ અરજી આપી છે. ત્યાં સુધી કે યુવરાજસિંહ વિરૂદ્ધ માનહાનિનો દાવો માંડવાની પણ તૈયારી કરાઈ છે. યુવરાજ સિંહે ખોટા આક્ષેપ કરી મને માનસિક યાતના આપી છે અને રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું કર્યું છે તેવો અરજીમાં ઉલ્લેખ કરાયો છે, પરંતુ આ જ અવધેશ પટેલ ગઈકાલે મીડિયાની હાજરીમાં ગાડી મૂકીને ભાગી ગયા હતા, કેમ? તે ઘટના અનેક સવાલો ઉભા કરે છે.

ઉર્જા વિભાગમાં ભરતી કૌંભાડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પત્રકાર પરિષદ યોજી કૌંભાડ આચરાયું હોવાની માહિતી આપી હતી અને અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી અવધેશ પટેલ સહિત અન્ય વ્યકિતઓ સામે આક્ષેપ કર્યા હતા. દરમ્યાનમાં આજરોજ એલસીબીની ટીમે અવધેશ પટેલની કલાકો સુધી પુછપરછ કરી જવા દેવાયા હતા.

દરમ્યાનમાં મોડીસાંજના સુમારે ધનસુરા પોલીસ મથકે અરજી કરી હતી, અરજીમાં અવધેશ પટેલે જણાવ્યું હતું કે યુવરાજસિંહે પત્રકાર પરિષદ સંબોધી ઉર્જા વિભાગ ભરતી કૌંભાડમાં પોતાનું ખોટી રીતે નામ આપી બદનામ કરવાનું કૃત્ય કર્યું છે. અમે અરવલ્લી જીલ્લામાં ભાજપ યુવા મોરચાના મહામંત્રી તરીકે સેવા આપીએ છીએ, જેથી મારી બદનામી કરવાનું ગેરકાયદે કૃત્ય કરવામાં આવ્યુ્ં છે અને આ કૃત્યથી અમે ખુબ જ માનસીક તણાવમાં આવી ગયા છે. જેથી અમારી સામે થયેલા ખોટા આક્ષેપોથી અમે માનસીક તણાવમાં આવી ગયા હોવાથી આરોપી સામે સખ્ત પગલાં ભરવા અમારી ફરિયાદ છે.

Your email address will not be published.