કુવેત ફ્લાઈટમાં આવેલા યુવકને ડરાવી કસ્ટમના ચાર નકલી ઓફિસરે 5.92 લાખ પડાવ્યા

| Updated: June 10, 2022 6:28 pm

એરપોર્ટ પોલીસે લૂંટ કરનાર ચાર નકલી ઓફિસરની ધરપકડ કરી, એરપોર્ટ પર સુરક્ષાને લઇને અનેક સવાલો

અમદાવાદ: એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી કસ્ટમ ઓફિસર બની લૂંટ કરવાની ઘટનાઓ વધી જતા એરપોર્ટ પર સુરક્ષાને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. તેવામાં કસ્ટર ઓફિસર બની ફરી એક વાર લૂંટની ઘટના બની હતી. કુવેતથી આવેલા યુવકને ચાર નકલી કસ્ટમ ઓફિસરે ડરાવી ધમકાવી 5.92 લાખની મત્તા લૂંટી લીધી હતી. આ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે નકલી કસ્ટમના ચાર આરોપીઓને પકડી પાડ્યા છે.

ઉત્તરપ્રદેશના મુઝઝફરનગરના બાગોવાલી ગામ ખાતે શાહ ફેસલ નાઝીમહસન પરિવાર સાથે રહે છે. છેલ્લા અઢી વર્ષથી સાઉદી રિયાધ ખાતે નોકરી કરે છે અને રહેતા હતા. સાઉદી રિયાધથી ગત 7 જુનના રોજ તેઓ ભારત પહોચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પર શાહ ફેસલને લેવા માટે તેમનો મિત્ર આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર ઉતરીને પાર્કીંગમાં રીક્ષામાં બેસી રહ્યા હતા. આ સમયે ચાર અજાણ્યા શખ્સો પોતે કસ્ટમના અધિકારી હોવાનું કહીને શાહ ફેસલને રોક્યો હતો. તેનો સામાન અને તેનું ચેકીંગ કરવાનું કહીને ડરાવી ધમકાવતા હતા. બાદમાં તમામ સામાનનુ ચેકીંગ કરવાનું કહીને મોબાઈલ ફોન, ગોલ્ડ સહિત કુલ રૂ. 5.92 લાખની મત્તા લઈ લીધી હતી. આ તમામ વસ્તુઓ લઈને ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગભરાયેલો શાહ ફેસલ ઘરે પહોચી ગયો હતો. બાદમાં તેમને ખ્યાલ આવ્યો હતો કે, કસ્ટમ ઓફિસરે તેમને નથી લૂંટ્યા આ તો કોઇ બોગસ ટોળકી હતી. જેથી તેમણે એરપોર્ટ પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોધાવી હતી.


આ અંગે એરપોર્ટ પોલીસે જણાવ્યું હતુ કે, તપાસ દરમિયાન ગાંધીનગર સેકટર 3ના શોપીંગ પાસે રહેતા ઋત્વિક દિનેશ રાઠોડ, શશીકાન્ત ઉર્ફે સોનુ જયરાજ તિવારી, ઓઢવના મહેશ્વેરી સોસાયટીમાં રહેતા પ્રકાશ ગલાભાઇ મહેરીયા અને કોતરપુર દશામાની ચાલીમાં રહેતા સંતોષ સિયારમ મોર્યની પોલીસે ધરપકડ કરી છે.

Your email address will not be published.