ટીવી ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત જોડી જસ્મીન ભસીન અને અલી ગોનીનું થયું બ્રેકઅપ?

| Updated: February 17, 2022 5:06 pm

પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને ‘બિગ બોસ 14’ની સ્પર્ધક જસ્મીન ભસીન હાલમાં જ અભિનેતા અલી ગોની સાથેના બ્રેકઅપની અટકળોને કારણે ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, જસ્મિન ભસીન વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું અલી ગોની સાથે બ્રેકઅપ થઈ ગયું છે, કારણ કે દરેક પ્રસંગે એકબીજા પર પ્રેમ વરસાવનાર જસ્મિન અને અલીએ વેલેન્ટાઈન ડે પર એકબીજા માટે કોઈ પોસ્ટ શેર કરી નથી. હવે આ અટકળો વચ્ચે જસ્મીન ભસીને ઈન્સ્ટાગ્રામ પર એક અજીબ પોસ્ટ શેર કરી છે, જેના પછી લોકોની શંકાઓ વધુ પાક્કી થઈ ગઈ છે.

જસ્મીન ભસીને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો, જેના પર લખ્યું હતું કે, “જ્યારે લોકો તમારી સાથે જે રીતે વર્તે છે તેવો વ્યવહાર કરવા લાગે છે, ત્યારે તેઓ નારાજ થઈ જાય છે.” જોકે, જસ્મિને આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ન તો કોઈનું નામ ટેગ કર્યું કે ન તો કોઈ હેશટેગ શેર કર્યું હતું.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી આ દિવસોમાં દુબઈમાં રજાઓ ગાળી રહી છે. દુબઈમાં અભિનેત્રી એકલી નથી પરંતુ તેના ‘બોયફ્રેન્ડ’ સાથે રજાઓ માણી રહી છે. જોકે અભિનેત્રીનો આ બોયફ્રેન્ડ કોઈ છોકરો નથી પરંતુ તેની ખાસ મિત્ર પૂર્વા રાણા છે. પૂર્વાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જસ્મિનનો ફોટો શેર કર્યો હતો જેને રીપોસ્ટ કરી લખ્યું, “માય દુબઈ બોયફ્રેન્ડ.” આ પોસ્ટ બાદ જ જસ્મિન ભસીન અને અલી ગોનીના બ્રેકઅપની અટકળો શરૂ થઈ હતી. જોકે આ બોયફ્રેન્ડ શબ્દ ફોટોમાં રહેલ મૂર્તિ માટે વાપરવામાં આવ્યો છે.

‘બિગ બોસ’ના ઘરમાં પ્રેમ વ્યક્ત કર્યોઃ એક્ટ્રેસ જસ્મિન ભસીન અને એક્ટર અલી ગોની લાંબા સમયથી મિત્રો છે. બંને ‘બિગ બોસ’ના ઘરમાં પણ સાથે જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે અભિનેતાએ અહીં રહેતા જ જસ્મિન પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. ‘બિગ બોસ’ છોડ્યા પછી બંનેના ગીત ‘તેરા સૂટ’, ‘2 ફોન’ આવ્યા. આ સિવાય ચાહકોને બંનેના લગ્નની આશાઓ પણ હતી.

Your email address will not be published.