પેટ્રોલ, ડીઝલના ભાવ નિયંત્રિત કરવા ખેડૂતોની માંગણી

| Updated: July 20, 2021 2:27 pm

સરકાર દ્વારા દિવસે અને દિવસે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. પેટ્રોલ, ડીઝલના ભાવ 100 રૂપિયે લીટર પહોંચી ગયો છે ત્યારે સામાન્ય માણસથી લઈને જગતનો તાત પણ હવે મુંજવણમાં મુકાઈ ગયો છે.

પહેલાના જમાનામાં ખેડૂતો બળદ અને હળ દ્વારા ખેતી કરતા હતા પરંતુ હવે ટેકનોલોજીના ઉપયોગ સાથે તેઓ ખેતી કરે છે. જેમાં ટ્રેક્ટર, થ્રેસર જેવા સાધનોનો ઉપયોગ કરીને જટીલ કામને સરળ બનાવી રહ્યા છે. ટ્રેકટર અને જનરેટર ચલાવવા માટે ડીઝલની જરૂર પડતી હોય છે. સાંજ પડે ટ્રેક્ટર અને જનરેટરમાં ઇંધણ પૂરું થઇ જતું હોય છે પરંતુ વધતા ભાવના કારણે તેમની ચિંતામાં પણ વધારો થાય છે. 

ખેડૂત અગ્રણીએ કહ્યું હતું કે, સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સાથે ચૂંટણી જીતવા માટે નીકળી પડે છે. ચૂંટણીની સીઝન દરમિયાન ભાવ ઘટાડી દે છે અને અનેક યોજનાઓની પણ જાહેરાત કરે છે. ઇંધણના વધતા ભાવના કારણે વ્યાપક અસર પડી રહી છે. તેમણે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝને પણ આ અંગે ભલામણ કરી છે.

સૌરાષ્ટ્રના એક વેપારીએ જણાવ્યું હતું કે, સરકાર કઠોળના ભાવ નિયંત્રિત કરી રહી છે પરંતુ પેટ્રોલ, ડીઝલના ભાવને નિયંત્રિત કરવા માટે સક્ષમ નથી. પેટ્રોલ, ડીઝલ પર અલગ અલગ વેરા નાંખવાના બદલે તેને પણ જીએસટીના દાયરા હેઠળ નાંખવામાં આવે તો ઇંધણના ભાવ વધારાને નિયંત્રિત કરી શકાશે.

Your email address will not be published.