આજે બનાસકાંઠા જિલ્લામાં પાણીને લઇને ખેડૂતોનું શરૂ થશે જળ આંદોલન..

| Updated: May 4, 2022 12:32 pm

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઊભી થવા પામી છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાના મુદ્દે ખેડૂતોએ સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ સરકાર દ્વારા સુજલામસુફલામ કેનાલમાં પાણી ના છોડાતા આજે પાંચ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં દિયોદર નાયબ કલેકટર કચેરી ખાતે ધરણાં આદરવાની ચીમકી ઉચ્ચારી છે..

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો નથી તેમજ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા જળાશયોમાં પણ સિંચાઈ માટે તેમજ પીવાના પાણી જળાશયોમાં ન હોવાથી ખેડૂતોને ઉનાળાના સમયમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પબજી તારા દિવસેને દિવસે જમીનના તળ ઉંડા જઈ રહ્યા છે જેના લીધે અગાઉ ખેડૂતોએ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માગ કરાઈ હતી

જે બાદ ખેડૂતોની રજૂઆતોને ધ્યાને લઇ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં 10 દિવસ માટે પાણી છોડવાની જાહેરાત કરાઈ હતી અને સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં આઠ દિવસ માટે પાણી છોડાયું હતું
જે બાદ પાણી બંધ થતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ખેડૂતોએ ફરી ચાંગા પંપીંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાનીને લઈને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરાઈ હતી


પરંતુ પાણીના છોડાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ૧૦૦૦ જેટલા ગામોના ખેડૂતો ઢોલના તાલે પાણી નહીં તો વોટ નહીં ના બેનરો લગાવી ગામડે ગામડે બેઠક શરૂ કરી હતી અને ખેડૂતોએ સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું

આ પણ વાંચો-સલમાન ખાનની સાથે શહેનાઝ ગિલને ઈદની પાર્ટીમાં જુઓ, સલમાને શું કહ્યું શહેનાઝ?

સુજલામ સુફલામ કેનાલમાં અખાત્રીજ પહેલા પાણી છોડવાની માગ કરાઈ હતી અને જો અખાત્રીજ સુધી પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો મોટીસંખ્યામાં ભૂમિ પૂજન કરી દિયોદરના પ્રાંત કચેરી ખાતે ધરણાં હાજરી ઉગ્ર વિરોધ નોંધાવશે ત્યારે આજે દિયોદર લાખણી કાંકરેજ સહિતના પાંચ તાલુકાના ખેડૂતો સણાદરથી રેલી યોજી હજારોની સંખ્યામાં ખેડૂતો દિયોદર નાયબ કલેકટર કચેરી ખાતે પહોંચશે અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ધરણાં યોજશે

હરેશ ઠાકોર – બનાસકાંઠા

Your email address will not be published.