સુરતમાં વધુ એક હત્યાનો બનાવ: સગા પિતાએ જ કરી પુત્રની નિર્મમ હત્યા

| Updated: October 13, 2021 4:02 pm

સુરતમાં હત્યા, લૂંટ, બળાત્કાર અને દાદાગીરીની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેમ એક પછી એક ઘટનાઓ રોજ પોલીસ ચોપડે નોંધાવતા સુરત પોલીસની કામગીરી પર અને લોકોની સુરક્ષા અંગે સવાલો ઉભા થાય છે. ત્યારે શહેરના ચોક બજાર વિસ્તારમાં વધુ એક ઘટના સામે આવી છે, જેમાં સગા પિતાએ જ પોતાના પુત્રની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મૃતક ફાઈલ ફોટો

સુરતના ચોક બજાર વિસ્તારમાં પિતાએ ગળે ટૂંપો દઈ પુત્રને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો જેમાં હત્યા બાદ પિતાએ પુત્રના મૃતદેહને પંખે લટકાવી દીધો હતો. જોકે સમગ્ર મામલે પોલીસ કાર્યવાહીમાં પિતાની કરતૂતમાં પર્દાફાશ થયો છે, પોલીસે મૃતકને પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી હતી. જેથી પીએમ રિપોર્ટમાં આત્મહત્યાને કારણે નહીં પરતું ગળુ દબાવીને હત્યા કરાઈ હોવાનું સામે આવતા પોલીસે પિતાની ઉલટ તપાસ કરી હતી જેમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો અને પાની કડકાઈ થી પૂછપરછ કરતા અંતે પિતાએ જ ખુદ કબુલ્યું હતું કે તેણે જ ગળું દબાવીને હત્યા કર્યા બાદ પુત્રને પંખે લટકાવી દીધો હતો. હાલ તો પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં હત્યા, આત્મહત્યા, દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે ક્રાઈમની ઘટના વધતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જાણે ગુનેગારોમાં પોલીસનો અને કાયદાનો કોઈ ભય જ ન રહ્યો હોય તેમ બેફામ ગુનાઓને અંજામ આપી રહ્યા છે.  ત્યારે પોલીસ આવા ગુનેગારો સામે લાલ અંખ કરે તે જરૂરી બન્યું છે.

Your email address will not be published. Required fields are marked *