શાહિબાગમાં પતિ અને પ્રેમિકાના ત્રાસથી કંટાળેલી પત્નીએ ફીનાઈલ ગટગટાવ્યું

| Updated: June 9, 2022 9:51 pm

અમદાવાદના નિકોલમાં રહેતી પરિણીતાને તેનો પતિ અને પ્રેમિકા વારવાર ત્રાસ આપી છુટાછેડા લેવા માટે દબાણ કરતા હતા. જેથી કંટાળેલી પરિણીતાએ ફીનાઈલ પી આપઘાત કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસે પતિ અને પ્રેમિકા સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, નિકોલમાં રહેતી અને એક હોસ્પિટલમાં સેર્વન્ટ તરીકે નોકરી કરતી 22 વર્ષીય યુવતીના લગ્ન 2020માં થયા હતા. લગ્નના છ મહિના સુધી પતિએ પત્નીને સારી રીતે રાખી હતી. ત્યારબાદ પત્નીને તેના પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબધ હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબધ રાખવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા પતિએ તેની પત્નીને માર માર્યો હતો. જો કે તેનો સંસાર ન બગડતા પત્ની સહન કરતી હતી. પરંતુ પતિ તેની પ્રેમીકા સાથે ફોન પર વાતો કરતો હોય અને અવાર નવાર પત્નીને ત્રાસ આપવા લાગ્યો હતો. જેથી એક દિવસ પત્નીએ પતિના પ્રેમીકાને ફોન કરી મારા પતિને છોડી દેવાનુ જણાવ્યું હતું.

આ વાત સાંભળી પતિની પ્રેમિકાએ કહ્યું કે, તારા પતિને હું ક્યારે પણ છોડીશ નહીં અને તું તારા પતિને છુટાછેડા નહિં આપે તો તને હેરાન કરી નાખીશ તેમ કહીને હેરાન કરતી હતી. બીજી બાજુ પતિ પણ અવાર નવાર ત્રાસ આપવા લાગ્યો હતો. જેથી કંટાળેલી પત્નીએ હોસ્પિટલમાં ફિનાઈલ પી લીધુ હતુ. જેથી તે બહોશ થતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. બાદમાં પત્નીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પતિ અને તેની પ્રેમિકાના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Your email address will not be published.