વિશ્વની સૌથી મોટી લોજિસ્ટીક્સ કંપનીઓમાંની એક FedExના પ્રતિનિધિમંડળની મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં બેઠક.

|Gandhinagar | Updated: May 3, 2022 8:42 pm

મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિશ્વની સૌથી મોટી લોજિસ્ટીક્સ કંપનીઓ પૈકીની એક અગ્રણી FedExના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં મુલાકાત બેઠક યોજી હતી. FedExનું આ પ્રતિનિધિમંડળ કવલ પ્રિત, રિજિયોનલ પ્રેસીડેન્ટ AMEAના નેતૃત્વમાં ગુજરાત આવેલું છે. FedExના આ પ્રતિનિધિમંડળે ગિફ્ટસિટીમાં તેમના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપનાની સંભાવનાઓ ચકાસવા ગિફ્ટસિટીની મુલાકાત પણ લીધી હતી. FedEx ભારતમાં વિવિધ સ્તરે રિજિયોનલ લીડરશીપ રોલની ભૂમિકા માટે સક્રિયપણે વિચારાધીન છે. એટલું જ નહીં, ગ્લોબલ ઓપરેશનને સહાયરૂપ થવા સેન્ટર ઓફ એક્સલન્સ પણ સ્થાપવા ઇચ્છુક છે. મુખ્ય મંત્રી સાથેની આ બેઠકમાં તેમણે કહ્યું કે, આવા સેન્ટર ઓફ એક્સલન્સ આઇ.ટી., ફાયનાન્સ, સેલ્સ, માર્કેટીંગ, હ્યુમન રીસોર્સીસ જેવા સેકટરોમાં સહયોગી બનશે .

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં IT અને ITeS પોલિસી (ર૦રર-ર૦ર૭) અન્વયે આપવામાં આવતા ઇન્સેન્ટીવ્ઝ – પ્રોત્સાહનની પણ વિસ્તૃત વિગતો આપી હતી અને ગિફટસિટી પણ અદ્યતન આંતરમાળખાકીય સુવિધા, ફાયનાન્સ અને આઇ.ટી.સેકટરમાં કુશળ પ્રતિભા સંપન્ન વર્કફોર્સ, સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસેલિટીઝ અને ટેક્ષ ઇન્સેન્ટીવ્ઝના પ્રોત્સાહનો આપે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું અને આટલુજ નહીં , મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે FedExને ગિફટસિટીમાં તેમના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે સરકારના જરૂરી સહયોગની તત્પરતા દર્શાવી હતી.

આ મુલાકાત બેઠકમાં મુખ્ય મંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ગિફટ સિટીના એમ.ડી. તપન રે, નાણાં વિભાગના અગ્ર સચિવ જે.પી.ગુપ્તા, સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા, જી.આઇ.એલ.ના સચિન ગુસીયા અને ગિફટસિટીના અધિકારીઓ પણ જોડાયા હતા.

Your email address will not be published.