રાજસ્થાનના મુખ્યમંત્રી 4 ઓગષ્ટે ગુજરાત આવશે, ગુજરાત કોંગ્રેસ 2022 ચૂંટણી રણનીતિને આખરી ઓપ આપશે

| Updated: July 31, 2022 9:19 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ડિસેમ્બરના અંતમાં ચૂંટણી યોજાશે. તમામ પાર્ટીઓ મતદાતાઓને રિઝવવા માટે મેદાનમાં ઉતરી ગઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ 125નો લક્ષ્યાંક સાથે આ વખતે મેદાનમાં ઉતરશે. તે માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત આગામી 4 ઓગષ્ટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત કોગ્રેસના સિનિયર ચૂંટણી પ્રભારી તરીકે અશોક ગહેલતોને ફરી એકવાર કમાન સોપાઇ છે.

ગુજરાત કોંગ્રેસની 4 ઓગષ્ટના રોજ એક મહત્વ પૂર્વ બેઠક યોજાશે. આ બેઠકમાં ઘણા એવા મોટા મોટા મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવશે. આ બેઠકમાં અશોક ગહેલોત, કોંગ્રેસ સિનિયર નેતાઓ અને લોકસભા દિઠ નક્કી કરાયેલા નિરીક્ષકો બેઠકમાં હાજર રહેશે. આ સાથેજ સિનિયક નિરીક્ષક તરીકે રાજસ્થાન સરકારના મંત્રીઓ અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રીઓ સહિત સિનિયર નેતાઓ લોકસભા બેઠક દિઠ સિનિયક નિરીક્ષક બનાવ્યા છે. તે તમામ નેતાઓ બેઠકમાં હાજર રહેશે.

પ્રદેશ કોંગ્રેસ કાર્યલાય ખાતે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત નેતાઓની ઉપસ્થિતિ બેઠક મળી હતી. કેમિકલ કાંડ મામલે કોંગ્રેસ આગામી 2 ઓગષ્ટના રોજ અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ પ્રદર્શન કરશે. હજારોની સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિતિ રહેવા માટે કાઉન્સિલર અને ધારાસભ્ય જવાબાદારી સોપવામા આવી છે. આ ઉપરાત ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના અગ્રણી સાથે બેઠક યોજી હતી.

Your email address will not be published.