નરોડા GIDCની એક ફેક્ટરીમાં ભીષણ આગ, કલાક બાદ આગ કાબૂમાં આવી

| Updated: April 24, 2022 1:50 pm

અમદાવાદના નરોડા જીઆઈડીમાં આજ સવારે એક ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ આગની જાણ થતા 10 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહરેના નરોડા જીઆઈડીસીમાં સુકેમ કેમિકલ ફેકટરીમાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાં થીનર બનતું હોવાથી સોલ્વન્ટના બેરલ ફેક્ટરીમાં હોવાના કારણે જોખમ વધ્યું હતું. આ આગને કારણે આસપાસના ફેકટરી માલિકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ આગ એક કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે કાબૂમાં લઈ લીધી છે. 15 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓની મદદથી ફાયરના જવાનોએ આગ કાબુમાં લીધી હતી. આગની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા સનાથલ સર્કલ નજીક એક કુલર બનાવતી ફેકટરીમાં પણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળી રહ્યા હતા.

Your email address will not be published.