રાજસ્થાનથી આરોપીને લઇને આવતા ગુજરાત પોલીસના ચાર જવાનો સહિત પાંચના મોત

| Updated: February 15, 2022 4:11 pm

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંઘવી,(Police Death) અને રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે દુઃખ વ્યકત કર્યુ

રાજસ્થાનમાં કારનો ગમખ્વાર સર્જાતા ભાવનગર (Police Death)પોલીસના ચાર કર્મીઓ સહિત 5ના મોત નીપજ્યા છે.

મૃતક પોલીસ કર્મીઓ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. આ અકસ્માત જયપુરના ભાભરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે.

પોલીસકર્મીઓ આરોપીને પકડવા માટે ગયા હતા. ચાર પોલીસકર્મીઓના મોતના પગલે ગુજરાત રાજયના મુંખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહપ્રધાન હર્ષ સંધવી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે સાંત્વના પાઠવી છે.

ચોરીના આરોપીને પકડવા માટે ગયા હતા દિલ્હી

અકસ્માત અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર (Police Death) ભરતનગર પોલીસ સ્ટેશનના એક જમાદાર અને ૩ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મીઓ ઘરફોડ ચોરીના કેસ અંગે તારીખ ૮મી ના રોજ દિલ્હી તપાસ અર્થે ગયા હતા અને એક આરોપીને લઈ પરત ભાવનગર આવી રહ્યા હતા.

તે દરમિયાન રાજસ્થાનના જયપુર નજીક શાહપુરા (Police Death) હાઇવે પર વાહન અકસ્માત સર્જાયો હતો. અને ચારેય પોલીસ કર્મી તથા આરોપી સહિત પાંચના કરૃણ મોત નિપજ્યા હતા

આ બનાવને લઇ ભાવનગર (Police Death)ના અધિકારીઓ જયપુર જવા માટે રવાના થયા હોવાનું જાણવા મળેલ છે.

અકસ્માતમાં મૃત્યુ પામનાર ચારેય પોલીસ કર્મચારીઓ શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

જેમાં ભીખુભાઈ બુકેરા (કોન્સ્ટેબલ) શક્તિસિંહ ગોહિલ (કોન્સ્ટેબલ) મનસુખભાઈ બાલધિયા (હેડ કોન્સ્ટેબલ)અને ઇરફાનભાઈ અગવાન (કોન્સ્ટેબલ) નો સમાવેશ થાય છે.(Police Death)આ બનાવની જાણ થતાં ભાવનગર પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

અકસ્માતના બનાવ અંગે રાજસ્થાનના ઝાંઝરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો

આ પણ વાંચો – નકલી પોલીસ અધિકારી બની આવાસ યોજનાના મકાનો વેચવાનું કરોડોનું રેકેટ

આ અકસ્માત બાદ સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતાં વાહનચાલકો મદદ માટે ઉભા રહ્યા હતા. તેમણે સ્થાનિક પોલીસને પણ આ બનાવ અંગેની જાણ કરી હતી.

બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સ્થાનિક પોલીસને મૃતકો ગુજરાતના ભાવનગરના અને પોલીસ વિભાગના કર્મચારી હોવાનું માલૂમ થતાં ભાવનગર પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

મૃતક પોલીસકર્મીઓના નામ

  1. ભીખુભાઈ બુકેરા, કોન્સ્ટેબલ
  2. શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ
  3. મનસુખ બાલધીયા, કોન્સ્ટેબલ
  4. ઈરફાન અગવાન , કોન્સ્ટેબલ

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતુ કે, દિલ્હીથી પરત આવી રહેલા, જયપુર નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી તેમજ 1 આરોપી સહિતના લોકોની માર્ગ અકસ્માતની જાણકારી મળી છે એ અત્યંત દુઃખદ છે.

ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે એવી ઈશ્વરને પ્રાર્થના.

રાજયના ગૃહમંત્રી હર્ષ સંધવીએ સાંત્વના પાઠવતા જણાવ્યું હતું કે દિલ્હીથી આરોપીને ઝડપી,

ગુજરાત આવી રહેલા ગુજરાતના ચાર પોલીસ જવાનોનું રાજસ્થાનના જયપુર પાસે ગંભીર અકસ્માતને લીધે નિધન થયાના સમાચાર અત્યંત દુઃખદ છે,

ઇશ્વર દિવંગત આત્માઓને શાંતિ અને એમના પરિવારને આઘાત સહન કરવાની શકિત આપે એવી પ્રાર્થના.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે દુખ વ્યક્ત કરતા કહ્યુ હતું કે, દિલ્હીથી પરત ફરતી વખતે જયપુર ભાબરુ નજીક બનેલી દુર્ઘટનામાં 4 પોલીસકર્મી સહિત 5 લોકોનાં મોતની જાણકારી મળી છે.

શોકાતુર પરિવારને મારી સંવેદના, ઇશ્વર મૃતકોની આત્માને શાંતિ પ્રદાન કરે.

Your email address will not be published.