અત્યાર સુધીમાં પહેલી વાર થશે amts brts બસોને આવકનો ફાયદો,પરંતુ લોકોને પડી રહી છે આ હાલાકી

| Updated: April 23, 2022 1:04 pm

દિવસને દિવસે મોંધવારીમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેને લઇને લોકો હેરાન અને પરેશાન થઇ રહ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જેને લઇને લોકો હવે પોતાના વાહન કરતા પબ્લિક બસમાં મુસાફરી કરવા તરફ વળ્યા છે

અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં અત્યાર સુધીમાં amts, brts માં આટલો ધસારો કયારે પણ જોવા મળ્યો નથી.જયારથી આ બસોની શરૂઆત થઇ છે તે મોટા ભાગે ખોટ ભોગવીને અમદાવાદ કોર્પોરેશન તો પણ ચલાવી રહ્યા છે પરંતુ આજ વખતે ફાયદો થશે તેવું જોવા મળી રહ્યું છે.

વધી રહેલી મોઁધવારીમાં સરકારી પરિવહનનો ઉપયોગ વધ્યો છે

સરકારી પરિવહનનો ઉપયોગ વધ્યો છે. જેને કારણે એક જ મહિનામાં સરકારી બસની આવકમાં વધારો થયો છે.પરંતુ લોકોને આ પબ્લિક ટ્રાન્સપોર્ટ મુશ્કેલી પડી રહી છે તેનું મુળ કારણ એ છે કે અમદાવાદમાં અમદાવાદમાં 6 હજાર બસ હોવી જોઇએ પરંતુ હાલ AMTS ની 750 અને BRTS ની 350 એમ કુલ 1100 જ બસ છે જેના કારણે લોકોને તકલીફ પડી રહી છે.

પીકઅવર્સમાં ભારે ભીડ વચ્ચે લોકોએ પરિવહન કરવાનો વારો આવ્યો છે અને મુસાફરો કહી રહ્યા છે કે તેમને ઓછી બસમાં મુસાફરી કરવામાં તકલીફ પડે છે. ઓછી બસ હોવાથી લાંબા સમય સુધી બસની રાહ જોવી પડી રહી છે અને તેની સાથે આ ગરમીમાં બસોની રાહ જોવી એ પણ હવે મુશ્કેલી સમાન છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં AMTS બસની સંખ્યામાં વધારો કરવો જોઈએ તેવી લોકો દ્રારા માંગ કરવામાં આવી રહી છે.

BRTS માં પહેલા 1 લાખ 45 હજાર દૈનિક મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા અને જે બાદ હવે આંકડો પેટ્રોલ ડીઝલના કારણે વધતા હવે દૈનિક 1 લાખ 67 હજાર પર પહોંચી ગયો છે જેને લઇને હવે બસો વધારવાની માંગ લોકો કરી રહ્યા છે.આ આંકડામાં એક જ મહિનામાં વધારો જોવા મળી રહ્યો છે.

Your email address will not be published.