ભૂતપૂર્વ પીએમ મનમોહન સિંહની તબિયત લથડીઃ એઈમ્સમાં દાખલ

| Updated: October 13, 2021 8:12 pm

ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી છે અને તેમને સારવાર માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

મનમોહન સિંહને તાવ આવ્યો છે અને શરીરમાં નબળાઈ વર્તાઈ રહી છે. તેમને ગઈકાલથી તાવ આવ્યો હતો અને આજે તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે. તેમને અત્યારે લિક્વિડ પદાર્થો જ આપવામાં આવે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આ વર્ષે મનમોહન સિંહને કોરોના પણ થયો હતો. એઈમ્સમાં થોડા દિવસ સારવાર લીધા પછી તેમને રજા આપવામાં આવી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાને ચોથી માર્ચ અને ત્રીજી એપ્રિલે કોરોનાની રસી લીધી હતી.

ગયા વર્ષે એક દવાનું રિએક્શન આવવાથી તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘણા દિવસો પછી તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

Your email address will not be published. Required fields are marked *