કબૂતરબાજીઃ IELTS ખોટી રીતે પાસ કરી અમેરિકા જતાં મહેસાણાના ચાર વિદ્યાર્થી પકડાયા

| Updated: August 2, 2022 11:33 am

ગુજરાતમાં કબૂતરબાજીનો વધુ એક બનાવ બહાર આવ્યો છે. IELTS (International English Language testing system) ખોટી રીતે પાસ કરીને અમેરિકા જતાં મહેસાણાના ચાર વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા,(Mehsana) વિસનગર (Visnagar) અને જોટાણા (Jotana)તાલુકાના 4 વિદ્યાર્થી વિદેશ જવા માટેની IELTSના આઠ બેન્ડ સાથે કેનેડા પહોંચ્યા હતા.

તેઓ 28 એપ્રિલના 2022ના રોજ કેનેડા-અમેરિકાની બોર્ડર  વચ્ચે આવેલી સેન્ટ રેઝિસ નામની નદીમાં બોટ મારફત હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. બોટ પાણીમાં ડૂબતી હોઈ યુએસએ પોલીસે તેમને બચાવ્યા હતા. તેઓને અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા પછી કોર્ટની કાર્યવાહી દરમિયાન ચારેય વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં જવાબ આપી શક્યા ન હતા. આના પગલે અમેરિકન સરકાર અને તેના રાજદૂતાવાસા તેના મુંબઈ રાજદૂતાવાસને તેની જાણ કરી હતી. મુંબઈના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે મહેસાણા જિલ્લા પોલીસ વડાને આ અંગેનો પત્ર લખ્યો હતો. તેના પગલે પીઆઇ ભાવેશ રાઠોડ અને તેમની ટીમે તપાસ શરૂ કરી અમેરિકા પહોંચેલા આ ચાર વિદ્યાર્થીઓના કુટુંબીજનો, એજન્ટો સહિતના લોકોના નિવેદન લેતા IELTSની પરીક્ષામાં જ કંઈક ગરબડ ગોટાળો થયો હોવાનું મનાય છે.

આ પણ વાંચોઃ US Drone Strike: આતંકી સંગઠન અલ-કાયદાનો ટોચનો નેતા અલ-જવાહિરી કાબુલ હુમલામાં માર્યો ગયો; બાઈડને કરી પુષ્ટિ

મહેસાણા એસઓજીના પીઆઇ ભાવેશ રાઠોડના જણાવ્યા મુજબ તેમની તપાસમાં ચારેય વિદ્યાર્થીઓના કુટુંબીજનો અને ભારતથી કેનેડા મોકલનારા બે એજન્ડના નિવેદન લેવાયા છે. તેના પગલે જાણવા મળ્યું હતું કે આ ચારેય વિદ્યાર્થીઓ કોઈપણ જાતના કોચિંગ ક્લાસ કર્યા વિના ડાયરેક્ટ IELTSનું સેટિંગ કરીને વિદેશ ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. અમેરિકા પહોંચેલા આ વિદ્યાર્થીના નામ અનુક્રમે ધ્રુવ રસિકભાઈ પટેલ, નીલ અલ્પેશકુમાર પટેલ, ઉર્વિશભાઈ શૈલેષભાઈ પટેલ અને સાવન રાજેન્દ્રકુમાર પટેલનો સમાવેશ થાય છે.

હવે અહીં સૌથી મોટો સવાલ એ આવ્યો કે અંગ્રેજીનો એ પણ આવડતો ન હોવા છતાં આ ચારેયે IELTSની પરીક્ષા કઇ રીતે પાસ કરી.  IELTSની પરીક્ષા બોગસ રીતે પાસ કર્યાના તાર છેક નવસારી સાથે જોડાયેલા છે. નવસારીની ફન સિટી હોટેલમાં ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાનું બહાર આવ્યું છે. તેમા અમદાવાદ પ્લેનેટ એજ્યુકેશન સંસ્થાનું હોટેલ ફન સિટી સાથે જોડાણ હોવાનું પણ બહાર આવ્યું છે. તેમા મહિનામાં એક અથવા વર્ષમાં બે વખત પરીક્ષા લેવાય છે. આ પરીક્ષા 24 સપ્ટેમ્બર 2021ના રોજ લેવામાં આવી હતી. ચારેય વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષાના સીસીટીવી ફૂટેજ લાંબો સમય થયો હોવાથી મળ્યા નથી. તેથી સમગ્ર મામલે હોટેલ મેનેજર સહિત IELTSના કર્મચારીઓને મહેસાણા બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Your email address will not be published.