સ્પાયવેર પ્રકરણઃ ફ્રાન્સે તપાસ શરૂ કરી, ઇઝરાયલે ક્રાઇસિસ ગ્રૂપ સ્થાપ્યું, ભારત સ્વીકારવા પણ તૈયાર નથી

| Updated: July 22, 2021 3:16 pm

પેગાસસ પ્રકરણમાં ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનના પર્સનલ ટેલિફોન નંબરનો પણ ઉલ્લેખ થયાના 24 કલાકની અંદર ફ્રાન્સે આ બાબતની તપાસ શરૂ કરી દીધી છે.
ફ્રેન્ચ ટીવી ચેનલ સમક્ષ વડાપ્રધાન જિન કાસ્ટેક્ષે કરેલી ટિપ્પણીને ટાંકીને રોઇટરે અહેવાલ આપ્યો હતો કે મેક્રને પેગાસસ સ્પાયવેર પ્રકરણમાં તપાસની વાત કરી છે.
મંગળવારે મેક્રોનની ઓફિસે જણાવ્યું કે આ હકીકત હોય તો તે બહુ ગંભીર છે. તેના પર પ્રકાશ ફેંકવામાં આવશે. કેટલાક ફ્રેન્ચ લોકોએ કહ્યું છે કે તેઓ ફરિયાદ દાખલ કરશે.

એનએસઓ ગ્રૂપ જ્યાંનું છે તે ઇઝરાયલની સરકારે પેગાસસ અંગેના આરોપોની તપાસ કરવા એક સિનિયર ઇન્ટર-મિનિસ્ટરિયલ ટીમની રચના કરી છે.

બીજી તરફ ભારત સરકાર એ વાતનો સ્વીકાર કરવા પણ તૈયાર નથી કે લોકોની જાસૂસી પાછળ સરકારનો હાથ હોઈ શકે છે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે કેટલાક લોકો ભારત વિરોધી ષડયંત્રો રચીને ભારતના વિકાસમાં અવરોધ પેદા કરવા માંગે છે. ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અને રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સરકારના બચાવમાં ઉતરી આવ્યા છે અને સમાચાર સંસ્થાઓના અહેવાલોમાં કોઈ વજૂદ ન હોવાનો દાવો કરે છે.

Your email address will not be published.