એએમસીમાં ઓનલાઇન સિસ્ટમ સાથે ચેડા કરી કરોડોની ઠગાઇ, સાઇબર ક્રાઇમે ગુનો નોધ્યો

| Updated: July 5, 2022 9:28 pm

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી દ્વારા ચેકિંગ દરમિયાન આ બિન-અધિક્ત ટ્રાન્ઝેક્શન પૈકી કોર્પોરેશનના એક કર્મચારી ઉષાબેન પટેલના ખાતામાંથી 281 તથા અન્ય એક કર્મચારી હીનાબેન ઠક્કરના પાસવર્ડથી 12 ટ્રાન્જેક્શન થયા હતા. આ 293 ટ્રાન્જેક્શન કુલ 2.39 કરોડના થયા હતા. સદર કર્મચારી આ સમય દરમિયાન રજા ઉપર હતા. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અ.મ્યુ. કોર્પોરેશનને માહિતી મળી હતી કે, ટેક્ષ ખાતાના ઇન્સ્પેક્ટર દ્વારા 293 મિલકતના માલિકો પાસેથી પૈસા ભરવાની પહોંચો મેળવવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પરંતુ કોઈપણ કરદાતાઓ દ્વારા પહોંચ અથવા પેમેન્ટ અંગે કોઇ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. જેથી આ તમામ ટ્રાન્ઝેક્શન બિન-અધિકૃત રીતે થયેલા છે. તેવું એએમસીને માલુમ પડયું હતું.

એએમસીની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખોખરા સિવિક સેન્ટર ઉપરથી અમુક ટ્રાન્ઝેક્શન થયેલા છે. આ પ્રકરણ થયા બાદ એએમસીના ઇ-ગર્વનન્સ ખાતા દ્વારા કોર્પોરેશનના તમામ કર્મચારીઓ માટે વન ટાઇમ પાસવર્ડ અપનાવવામાં આવેલો છે. ઉપરોક્ત હકીકત ધ્યાને લેતા એએમસીના સિસ્ટમ સાથે બિન-અધિકૃત રીતે ચેડા કરવા બદલ અજાણ્યા વ્યક્તિની સામે ઇ-ગવર્નન્સ ખાતાના મેનેજર દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોધાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મ્યુ. કોર્પોરેશનના ઈ-ગર્વનન્સ ખાતા દ્વારા અગાઉ-સ્વાઇપ મશીન સિટિસિવીક સેન્ટરમાં મુકવામાં આવેલું હતું. આ સ્વાઇપ મશીન ઉપર પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશન ટેક્ષ તથા અન્ય પ્રકારના ફી તથા પેમેન્ટ લેવામાં આવતી હતી. કરદાતા સ્વાઇપ મશીનથી ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ મારફતે પેમેન્ટ કરી શકતા હતા. તમામ ટ્રાન્ઝેક્શન થયા બાદ દિવસના અંતે જે – તે ઝોનલ કેશિયર દ્વારા રિપોર્ટ કાઢવામાં આવતો હતો અને આવેલી રકમ બેંકમાં જમા કરાવવામાં આવતી હતી.

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના સોફ્ટવેર સિસ્ટમ હાલમાં ટીસીએસ કંપની દ્વારા ચલાવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેઇન સર્વરે તથા તમામ મોડ્યુલ તથા તેની સિક્યુરીટીની જવાબદારી પણ ટીસીએસ કંપનીની છે. આ બાબતે એએમસી દ્વારા તેઓની સાથે કરાર કરવામાં આવ્યો છે. ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇ-ગવર્નન્સ ખાતા, આઇસીઆઇસીઆઇ બેંક છે.

Your email address will not be published.