લાઇફ ઇન્સ્યોરન્સ પોલીસીના રિફંડમાં આપવના બહારને પૈસા પડાવતી ગેંગને દિલ્હી અને યુપીથી સાઇબર ક્રાઇમે પડકી પાડી હતી. નરોડાના વ્યક્તિ પાસેથી આ ટોળકીએ 35 લાખ પડાવી લીધા હતા. આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે અને બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નરોડા વિસ્તારમાં આવેલા કઠવાડા રોડ પર પશાભાઇ હરગોવનદાસ પટેલ પરિવાર સાથે રહે છે. તેમણે લીધેલા ઇંડિયા ર્ફસ્ટ લાઇફ ઇન્સ્યોરન્સની પોલીસની વાર્ષિક પ્રિમિયમ ભરેલું હતુ. બાદમા માર્ચ 2021થી અત્યાર સુધી વિમો અને ભરેલ નાણા પરત મેળવવા માટે પ્રોસીજર પેટે આરોપીઓએ ઓન લાઇન 35 લાખ પડાવી લીધા હતા. આ અંગે સાઇબર ક્રાઇમના એસીપી જે એમ યાદવે જણાવ્યુ હતુ કે, બેંક ડિટેલ્સ અને ટેકનિકલ એનાલીસીસ આધારે તપાસ કરી આરોપીઓની ભાળ મેળવી હતી. પોલીસે શુભમ સુનીલ અધિકારી(રહે યુપી), સતેન્દ્ર સતપાલસિંગ જાટવ(રહે. યુપી)ને પકડી પાડ્યો હતો.
આરોપીઓની પુછપરછ કરતા બહાર આવ્યું હતુ કે, તે અને તેમના માણસો દ્વારા ભોગ બનનારને ફોન કરી વિમા કંપની તરફથી તકરાર ચાલતી હોય તો સમાધાન કરી આપવાનું કહીને અલગ અલગ ચાર્જના નામે પૈસા પડાવ્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.