ફ્રેન્ડશિપ ઈન ફ્રાન્સ: પ્રધાનમંત્રી મોદી મેક્રોન સાથે મુલાકાત અર્થે પહોંચ્યા પેરિસ; શું રહી પ્રધાનમંત્રીની નોર્ડિક દેશો સાથેની ચર્ચા?

| Updated: May 5, 2022 8:52 am

બુધવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-નોર્ડિક સમિટમાં ડેનમાર્ક, સ્વીડન, ફિનલેન્ડ, નોર્વે અને આઇસલેન્ડના પ્રધાનમંત્રીઓ સાથે યુક્રેનની પરિસ્થિતિ અંગે ચર્ચા કરતાં ભારતના નોર્ડિક દેશો સાથેના સ્વતંત્રતા, લોકશાહી અને નિયમો-આધારિત વ્યવસ્થાના વહેંચાયેલા મૂલ્યોને રેખાંકિત કર્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “નોર્ડિક દેશો અને ભારત સ્વતંત્રતા અને લોકશાહીના મૂલ્યો અને નિયમો આધારિત વ્યવસ્થા ધરાવે છે તેમજ વિવિધ રાજકીય બાબતો પર દ્રષ્ટિકોણ પણ રાખે છે.”

સમિટ બાદ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું કે, “ભારત-નોર્ડિક સમિટ આદેશો સાથે ભારતના સંબંધોને વધારવામાં ખૂબ મહત્વno ભાગ ભજવશે. સાથે મળીને આપણા રાષ્ટ્રો વૈશ્વિક સમૃદ્ધિ અને ટકાઉ વિકાસમાં ઘણું બધું હાંસલ કરી શકે છે અને યોગદાન આપી શકે છે.”

મહત્વના મુદ્દાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદનો:

  • ભારતની વૃદ્ધિ અને આર્થિક વિકાસની છેલ્લા 75 વર્ષની સફરમાં એક વિશ્વસનીય ભાગીદાર તરીકે નોર્ડિક દેશોની પ્રશંસા કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, ભારતના નોર્ડિક દેશો સાથે ભાગીદારીના ક્ષેત્રો ભારતની વિકાસલક્ષી પ્રાથમિકતાઓ, જેમ કે, શહેરી નવીકરણ, નદીની સફાઈ, નવીનીકરણીય ઉર્જા અને કૌશલ્ય વિકાસ સાથે પણ મેળ ખાય છે.”
  • કોવિડ પછીની પરિસ્થિતિમાં સહયોગને પ્રાધાન્ય આપતા દેશો સાથે પ્રધાનમંત્રી  મોદીએ ભારતમાં કોવિડ રસીકરણની અસરકારક પહોંચ અને દેખરેખ માટે આઇટી પ્લેટફોર્મના ઉપયોગનું વર્ણન કર્યું હતું. માનવ-કેન્દ્રિત વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારતની માન્યતા છે કે આવા પ્લેટફોર્મ વૈશ્વિક સ્તરે સારા છે.
  • તેમણે ઉમેર્યું હતું કે, ભારતે 100થી વધુ દેશોને માત્ર રસી ઉપલબ્ધ કરાવી નથી, પરંતુ તેના નિર્માણ માટે ઘણા દેશો સાથે ભાગીદારી પણ કરી છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક સ્તરે રસીના ઉત્પાદન માટે અસ્થાયી TRIPS ફગાવવાની જરૂરને સુનિશ્ચિત કરવા પર પણ ભાર મૂક્યો હતો.
  • હેલ્થકેર ઇનોવેશન અને ડિજિટલ ઇનોવેશન ક્ષેત્ર ભારત-નોર્ડિક ભાગીદારી ખૂબ જ મજબૂત ક્ષેત્ર છે તેમજ ક્લાઇમેટ ચેંજને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની ક્લીન, ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ માટે ભારતની કટતીબદ્ધતા દર્શાવી હતી.

મંગળવારે ડેનમાર્ક મેટ્ટ ફ્રેડરિકસેન સાથે બેઠક કર્યા બાદ, પ્રધાનમંત્રી મોદીએ અન્ય નોર્ડિક દેશોના નેતાઓ સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી.

  • ફિનલેન્ડ: વિદેશ મંત્રાલય અનુસાર, પ્રધાનમંત્રી મોદીએ ફિનલેન્ડના પ્રધાનમંત્રી સન્ના મરીન સાથે AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ભાવિ મોબાઇલ ટેક્નોલોજી, ક્લીન ટેક્નોલોજી અને સ્માર્ટ ગ્રીડ જેવી નવી અને ઉભરતી ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહકાર વિસ્તારવાની તકો અંગે ચર્ચા કરી. તેમજ ફિનિશ કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરવા અને ભારતીય બજારમાં ખાસ કરીને ટેલિકોમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં ઉપલબ્ધ વિશાળ તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું હતું.
ફિનલેન્ડના પ્રધાનમંત્રી સન્ના મરીન સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  • નોર્વે: પ્રધાનમંત્રી જોનસ ગહર સ્ટોર સાથે પ્રધાનમંત્રી મોદીએ બ્લૂ ઇકોનોમી, નવીનીકરણીય ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન, સૌર અને પવન પ્રોજેક્ટ્સ, ગ્રીન શિપિંગ, મત્સ્યઉદ્યોગ, જળ વ્યવસ્થાપન, વરસાદી પાણીનો સંગ્રહ, અવકાશ સહયોગ, લાંબા ગાળાની માળખાગત સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં જોડાણને વધુ ગાઢ બનાવવાની સંભાવના અંગે ચર્ચા કરી.
નોર્વેના પ્રધાનમંત્રી જોનસ ગહર સ્ટોર સાથે પ્રધાનમંત્રી મોદી
  • સ્વીડન: પ્રધાનમંત્રી મોદીએ સ્વીડનના પ્રધાનમંત્રી મેગડાલના એન્ડરસન સમક્ષ ‘લીડ આઇટી’ પહેલ દ્વારા થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “બંને નેતાઓએ ઇનોવેશન, ક્લાઇમેટ ટેક્નોલોજી, ક્લાઇમેટ એક્શન, ગ્રીન હાઇડ્રોજન, અવકાશ, સંરક્ષણ, નાગરિક ઉડ્ડયન, આર્કટિક, ધ્રુવીય સંશોધન, ટકાઉ ખાણકામ અને આર્થિક સંબંધો જેવા ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવાની શક્યતાઓ પર પણ ચર્ચા કરી હતી.
સ્વીડનના પ્રધાનમંત્રી મેગડાલના એન્ડરસન સાથે પ્રધાનમંત્રી મોદી

નોર્ડિક દેશોના મંત્રીઓ સાથે વાતચીત બાદ પ્રધાનમંત્રી મોદી પેરિસ પહોંચ્યા હતા અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા. મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત પરત ફરશે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Your email address will not be published.