હોટલ લીલાના યુવાન કર્મચારીને માત્ર થોડા રૂપિયા અને મોબાઈલ માટે મારી નખાયો હતોઃ એક સગીર સહિત ચાર હત્યારા પકડાયા

| Updated: October 13, 2021 7:21 pm

ગયા શુક્રવારે ગાંધીનગરમાં સેકટર 27ના બગીચા પાસે હોટલ લીલાના એક કર્મચારીની લાશ મળી આવી હતી જે કેસ હવે ઉકેલાઈ ગયો છે. ફાઈવ સ્ટાર હોટલમાં કામ કરતા વડોદરાના દેવાંશ ભાટીયાની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. આ હત્યાકેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમાંથી એક આરોપી સગીર વયનો હોવાથી તેને રિમાન્ડ હોમમાં મોકલી આપવામાં આવ્યો છે. જોકે હાલમાં પોલીસે જણાવ્યું છે કે આ હત્યા લૂંટના ઇરાદે થઈ હતી.

મૃતક દેવાંશ ભાટીયા

ગાંધીનગરમાં મહાત્મા મંદિર પાસેની હોટેલ લીલામાં કામ કરતા મૂળ વડોદરાના યુવકની રહસ્યમય સંજોગોમાં છરાના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા થતાં ચકચાર મચી ગઇ હતી. સેક્ટર 27માં પીજીમાં રહેતા દેવાંશ રોમી ભાટિયા હોટલ લીલામાં ઇન-આઉટની કામગીરી સંભાળતો હતો. પરોઢિયે 4 વાગ્યાના અરસામાં સેક્ટર 27માં એલસીબી-2ની ઑફિસથી માત્ર 100 મીટરના અંતરે આવેલા બગીચાની સામે કિટલીની બાજુમાં તેનો ચાકૂના ઘા મારી હત્યા કરાયેલી લાશ મળી હતી.

આ હત્યા અંગે રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતાં જણાવ્યુ હતું કે, લીલા હોટલમાં નોકરી કરતો કર્મચારી શિવાંશ નોકરી પરથી રાત્રે ઘરે જઈ રહ્યો હતો તે દરમિયાન 4 લોકોએ તેનો પીછો કરી તેના સાથે ઝપાઝપી કર્યા બાદ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં તેને ગળા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

મોત થયા બાદ ચારેય આરોપીઓએ શિવાંશ ભાટિયા પાસેથી મોબાઈલ ફોન, હેન્ડ્સ ફ્રી અને પાકિટની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી અને આ કેસમાં 3 આરોપીઓ અને 1 સગીર વયના સગીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પૈકી માનવ પવાર, આશિષ સોલંકી, ઘનશ્યામ કાણાની અને એક આરોપી સગીર વયનો છે. તમામ લોકો સેકટર 13 પાસે આવેલા છાપરામાં રહે છે અને પૈસાની જરૂર હોવાથી આ હત્યાને અંજામ આપ્યો હોવાની પોલીસ સામે કબૂલાત કરી છે.

Your email address will not be published. Required fields are marked *