સુરતમાં પોલીસની ડ્રગ્સ પેડલર સામે અદ્ભુત કામગીરી, આરોપીનો આલીશાન બંગલો સીઝ

| Updated: April 23, 2022 3:38 pm

દક્ષિણ ગુજરાતના સૌથી મોટા ગાંજા ડીલર પાડી બ્રધર્સ પર ઐતિહાસિક પગલાં લેવાયા છે. NDPS એક્ટ કલમ 66 હેઠળ આરોપીની મિલકત જપ્ત્ કરવામાં આવી છે. ગાંજાના મુખ્ય સપ્લાયરનું નામ અનિલ પાડી છે. ગુજરાત પોલીસ દ્વારા આરોપીની આર્થિક કમર તોડવાનો પ્રયાસ કર્યો છે. ગાંજામમાં બનાવેલ મોટો કરોડોનો બગલો પણ જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ બેંક એકાઉન્ટ સીઝ કરાયું છે.

સુરતમાં ગાંજાની મોટા પાયે હેરાફેરી કરનાર મુખ્ય આરોપી સામે પોલીસે લાલ આંખ કરીને તેમનો બંગલો સીઝ કરવામાં આવ્યો છે. ગુજરાતના યુવાનોને નશાના રવાડે ચડાવવાના કાવતરાનો પોલાસે પર્દાફાશ કર્યો છે. ઓડિશામાં રહીને ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઓડિશાના ગંજામમાં ડ્રગ્સ માફિયા પર ગુજરાત પોલીસે સકંજો કસ્યો છે.ગાંજાના મુખ્ય સપ્લાયર અનિલ પાંધી સામે કાર્યવાહી કરીને ગંજામમાં આવેલો તેનો આલીશાન બંગલો સીઝ કરી દીધો છે. અનિલ પાંધીનો ભાઈ સુનિલ હાલ સાબરમતી જેલમાં બંધ છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચે STF સાથે મળીને કરી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓડિશામાં પાંધી ઉપરાંત અન્ય એક ડ્રગ સ્મગલરની સંપત્તિ પણ જપ્ત કરી હોવાની માહિતી સુરત પોલીસ કમિશનરે આપી હતી.

અનિલ પાંધી ગુજરાતમાં ડ્રગ્સની દાણચોરીના 11 કેસમાં વોન્ટેડ છે. તેમાંથી સાત કેસ સુરતમાં છે, જેમાં વરાછા પોલીસ સ્ટેશનમાં બે કેસ, સુરત રેલવે પોલીસ સ્ટેશન દ્વારા બે કેસ અને લિંબાયત, કતારગામ અને પલાસણા પોલીસ સ્ટેશનમાં એક-એક કેસનો સમાવેશ થાય છે. અનિલ પાંધી પર રૂ. 1.73 કરોડની કિંમતના 2,127.56 કિગ્રા વજનના ગાંજાની દાણચોરીનો આરોપ છે.

સુરત પોલીસ કમિશનર અજય તૌમરે જણાવ્યું હતું કે ગાંજાનું એક જાણીતું કેન્દ્ર સુરત બની ગયું હતું.ઓરિસ્સાના ગંજામમાંથી ટ્રેન મારફતે હેરાફેરી થતી હતી.જેમાં મુખ્ય આરોપી અનિલ પાડીનો કરોડો બંગલો જપ્ત કરાયો છે.સુનિલ અને અનિલ પાંધી સુરતમાં ચાર કેસ અને આખા ગુજરાતમાં 11 કેસમાં વેન્ટેડ હતા. સુનિલને માર્ચ 2021માં પકડવામાં આવ્યો હતો તે અત્યારે સાબરમતી જેલમાં છે. ઓડિશામાં બેન્ને ભાઈઓની ગાંજામમાં આવેલી 2.5 કરોડની મિલકત સીઝ કરાઈ છે અને તેમના એકાઉન્ટમાં પડેલા 26 લાખ રૂપિયા પણ સીઝ કરાયા છે.

( અહેવાલ: મયુર મિસ્ત્રી, સુરત )

Your email address will not be published.