ગારમેન્ટ ફેક્ટરીમાં યુવતીની હત્યા કેસનો આરોપી પકડાયો

| Updated: July 10, 2021 4:39 pm

ખોખરાની ગારમેન્ટ ફેક્ટરીમાં પાણીની ટાંકીમાંથી મંગળવારે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો, જે કેસ ઉકેલાઈ ગયો છે. પોલીસે જણાવ્યું કે મરનાર યુવતીનું નામ રેખા હતું અને ઇરફાન ખાન (ઉ.વ.36) નામની વ્યક્તિને પકડવામાં આવ્યો છે. પોલીસ પૂછપરછમાં તેણે કબુલ્યું છે કે મૃતક યુવતી સાથે તે છેલ્લા 15 વર્ષથી સંબંધ ધરાવતો હતો. 2019માં તેણે રેખાને બે લાખ રૂપિયા આપ્યા હતા, જે તેણે ખર્ચી નાખ્યા હતા. રેખાને બીજા લોકો સાથે પણ મિત્રતા હોવાથી ઇરફાને તેની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન ઇરફાને ગુસ્સામાં આવી યુવતીનું ગળું દબાવી નીચે પાડી દીધી અને માથામાં ઈજા પહોચાડી હતી. ત્યાર બાદ તેણે છરીથી રેખાનના પેટમાં એક ઘા માર્યો હતો. રેખાની હત્યા કર્યા પછી તેણે તેનો મૃતહેદ કારખાનાના ધાબા ઉપર રહેલી કાળા રંગની પાણીની ટાકીમાં નાખી દીધો હતો.

Your email address will not be published.