ગીર અભ્યારણ આજથી લઈ આગામી ચાર મહિના સુધી મુલાકાતીઓ માટે રહેશે બંધ

| Updated: June 16, 2022 9:44 am

ગુજરાતમાં ગીર અભ્યારણ 16 જૂનથી આગામી ચાર મહિના મુલાકાતીઓ માટે બંધ રહશે. ચોમાસાની ઋતુ અને વન વિભાગ દ્વારા સંરક્ષિત વિસ્તાર વ્યવસ્થાપનની પહેલના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કુલ 1412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ગીર અભયારણ્ય એશિયાઇ સિંહોનું ઘર છે, તેમજ આ સેન્ચ્યુરી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ અને અન્ય શાકાહારી પ્રાણીઓનું પણ નિવાસસ્થાન છે.

વન વિભાગના જણાવ્યા અનુસાર, સિંહ સિવાય જંગલ વિસ્તાર ચિત્તો, હાઈના, ચિતલ, સંભાર, બ્લુ બુલ વગેરે પ્રાણીઓ તેમજ મલબાર વ્હિસલિંગ થ્રશ, ઓરેન્જ હેડેડ ગ્રાઉન્ડ થ્રશ, પેરેડાઈઝ ફ્લાયકેચર, બ્લેક નેપ્ડ ફ્લાયકેચર, ઈન્ડિયન પિટ્ટા વગેરે પક્ષીઓનું રહેઠાણ છે.

આંકડાઓનું માનિએ તો, છેલ્લા આઠ મહિનામાં પાંચ લાખથી વધુ લોકોએ આ સંરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી હતી.

ગીર અભયારણ્યના નાયબ વન સંરક્ષકે જણાવ્યું હતું કે, સુરક્ષિત વિસ્તાર વ્યવસ્થાપન યોજના મુજબ ગીર જંગલનો માર્ગ બંધ રહેશે. આ સંરક્ષિત વિસ્તારની અંદર રહેતા પક્ષીઓની 338 પ્રજાતિઓ અને અન્ય જંગલી પ્રાણીઓનો સંવર્ધન સમયગાળો ચોમાસા દરમિયાન શરૂ થાય છે.

પ્રવાસીઓને સુરક્ષિત વિસ્તારની અંદર જવાની મંજૂરી ન આપવાની વધુ એક કારણ જણાવતા નાયબ વન સનરક્ષકે જણાવ્યું હતું કે, જંગલ વિસ્તારની અંદર ચોમાસા દરમિયાન રસ્તાની મળવાની સમસ્યા પણ છે, જેથી મુલાકાતીઓને અંદર જવાની મંજૂરી અપાતી નથી.

Your email address will not be published.