ઝારખંડમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જે સાંભળી લોકો આશ્ચર્ય ચંકિત થઈ જશે. વરરાજાએ એક જ મંડપમાં તેની બે પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. જયારે વરરાજા લગ્ન કરી રહ્યો હતો ત્યારે તેની દુલ્હનના ખોળામાં એક નાનુ બાળક પણ હતું. આ વરરાજા 3 વર્ષથી રિલેશનશિપમાં હતો. જ્યારે બીજી દુલ્હન સાથે તેની મુલાકાત 1 વર્ષ પહેલા થઈ હતી.
એક સાથે બે-બે દુલ્હન સાથે લગ્ન કરનાર વરરાજા સંદીપ ઉરાંવ એક બાળકનો પિતા પણ છે. તે પોતાની પહેલી ગર્લફ્રેન્ડની સાથે ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતો. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડે એક બાળકને જન્મ આપ્યો. એક વર્ષ પહેલા તેને બીજી યુવતી સાથે પ્રેમ થઈ ગયો. હવે તેને બંને સાથે લગ્ન કરી લીધા છે.
સંદીપ ઉરાંવ ત્રણ વર્ષથી કુસુમ લકડા સાથે રિલેશનશિપમાં હતો. બંને સાથે રહેતા હતા. તેમને એક બાળક પણ છે. જો કે બંનેએ લગ્ન નહોતા કર્યા. એક વર્ષ પહેલા એક ઈંટોના ભઠ્ઠામાં કામ કરવા બંગાળ ગયેલા સંદીપને ત્યાં કામ કરતી સ્વાતિ સાથે પ્રેમ થઈ ગયો. સંદીપ તેને પણ ગામમાં લઈ આવ્યો.
શરૂઆતમાં ગામના લોકોએ સંદીપના નિર્ણયનો વિરોધ કર્યો, પરંતુ તેની બંને ગર્લફ્રેન્ડની સંમતિને જોતા ગામના લોકો પણ માની ગયા. બંને ગર્લફ્રેન્ડના ઘરના લોકોની સંમતિ મળ્યા પછી એક જ મંડપમાં આ લગ્ન થયા. વરરાજા સંદીપ ઉરાંવનું કહેવું છે કે તે પોતાની બંને પત્નીઓને એક સરખો પ્રેમ કરે છે. ત્રણેય ખુશી ખુશી એક જ છતની નીચે રહે છે.