મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અષાઢી બીજ-કચ્છી નૂતનવર્ષની સૌ કચ્છીઓને શુભેચ્છાઓ પાઠવી

| Updated: July 1, 2022 9:05 am


ગાંધીનગર: ગુજરાતમાં અને દેશ દુનિયામાં પોતાની વિશિષ્ટ ઓળખ ધરાવતું કચ્છ અને ત્યાં વસતાં કચ્છીઑ અને દેશ દુનિયામાં રહેલા કચ્છીઑને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી છે. રાજયના ગુજરાતના મુખ્યમંત્રીને બુધવારે કોરોનાના લક્ષણ હોવાની વાત સામે આવી હતી અને ત્યારબાદ તેઓ રથયાત્રામાં પિહંદ વિધિ નહીં કરે એ પણ વાત બહાર આવી હતી. પરંતુ મુખ્યમંત્રી કાર્યલય ધ્વારા એ વાતની પુષ્ટિ કરવામાં આવી કે હવે રાજયમના મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને પિહંદ વિધિ એજ કરશે.

આ ઉપરાંત આજે રથયાત્રા સાથે કચ્છી નૂતનવર્ષ પણ છે જેના મુદ્દે મુખ્યમંત્રીએ કચ્છી નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, દેશ અને દુનિયામાં જ્યાં જ્યાં કચ્છીઓ વસ્યા છે ત્યાં તેમણે પોતાની ખુમારી તથા કર્તવ્ય પરાયણતા અને વ્યવહાર કુશળતાથી કચ્છીપણું ઝળકાવ્યું છે. કચ્છ જેવો એક સમયે અછતગ્રસ્ત ગણાતો પ્રદેશ હવે નર્મદાના જળથી સમૃદ્ધિ તરફ આગળ વધ્યો છે. એટલું જ નહિ, હાઇબ્રીડ એનર્જી પાર્ક અને અનેક ઉદ્યોગો સાથે કચ્છ વિકાસની જે હરણફાળ ભરી રહ્યું છે તે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના ધ્યેય મંત્રથી આવનારા વર્ષોમાં વધુને વધુ ઉન્નત બને તેવી મંગલકામનાઓ પણ ભૂપેન્દ્ર પટેલે કચ્છી નૂતન વર્ષના આ અવસરે વ્યકત કરી છે.

વર્ષ 2001ના ભૂકંપ પછી ઊભું થયેલું કચ્છ એક સંઘર્ષનો સાક્ષી રહ્યું છે અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના પણ ખાસ રસ અને વિકાસના મુદ્દે અગ્રેસર રહ્યું છે.

Your email address will not be published.