‘સત્યાગ્રહ એપ’ની મદદથી ગુજરાત કોંગ્રેસ કરશે જનસંપર્ક

| Updated: May 25, 2022 8:56 pm

‘સત્યાગ્રહ’ની ગાંધીવાદી પરિભાષા અને આધુનિક ટેક્નોલોજીને જોડીને ગુજરાત કોંગ્રેસ ટૂંક સમયમાં સત્યાગ્રહ એપ લોન્ચ કરી રહી છે. તેમજ 27 અનુસૂચિત જનજાતિ અને 13 અનુસૂચિત જાતિની અનામત બેઠકોમાં તેમને મદદ કરવા માટે ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરી રહી છે.

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના એસસી વિભાગના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા દલિતો માટે અનામત બેઠકો પર ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરશે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય અનંત પટેલ જેમણે તાજેતરમાં વિવાદાસ્પદ પાર-તાપી-નર્મદા રિવરલિંકિંગ પ્રોજેક્ટને રદ કરવા સરકારને દબાણ કરવા માટે એક વિશાળ આદિવાસી વિરોધનું નેતૃત્વ કર્યું હતું તેઓ આદિવાસી વિસ્તરણ કાર્યક્રમનું નેતૃત્વ કરશે.

વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે ગુજરાત કોંગ્રેસના AICC પ્રભારી ડૉ. રઘુ શર્મા વાતચીત કરી જણાવ્યું કે, જુનના પહેલા સપ્તાહમાં પ્રચાર અભિયાન શરૂ થશે અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ અભિયાનની શરૂઆત કરીને સત્યાગ્રહ એપ લોન્ચ કરે તેવી શક્યતા છે. આ એપથી પાર્ટી અને કાર્યકરને પણ ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ દાહોદના આદિવાસી જિલ્લામાં તેમની રેલીમાં કહ્યું હતું કે પાર્ટી “આદિવાસીઓના જલ, જંગલ અને જમીનના રક્ષણ માટે સત્યાગ્રહ શરૂ કરી રહી છે, જે વર્તમાન સરકાર તેમને છીનવી લેવા નીકળી છે.”

રઘુ શર્માએ કહ્યું કે, “આ ગ્રાસરુટ અભિયાન પાર્ટીના સ્વયંસેવકો દ્વારા ચલાવવામાં આવશે, જેઓ તેમના બૂથ વિસ્તારોમાં ઘરે-ઘરે જશે અને દરેક ઘરની વિગતો અને તેમની ફરિયાદો નોંધવા માટે સત્યાગ્રહ એપ્લિકેશનનો ઉપયોગ કરશે.”

વાઈબ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, “પાર્ટી ડિસેમ્બરની ચૂંટણી પહેલા ગુજરાતમાં 1 કરોડ ઘરો સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. હિતેન્દ્ર પીઠડિયાની સાથે હું અનુસૂચિત જાતિના અનામત મતવિસ્તાર અને નોંધપાત્ર દલિત મતદારો ધરાવતા અન્ય મતવિસ્તારો પર નજર રાખીશ.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે, પાર્ટી ગમે ત્યારે ચૂંટણીનો સામનો કરવા તૈયાર છે. “અમે દરેક જિલ્લાના પક્ષના કાર્યકરોને સત્યાગ્રહ એપ્લિકેશન સોંપીશું અને પ્રદેશ મુજબના યુવાનો, મહિલાઓ, આદિવાસીઓ અને ખેડૂતોને લક્ષ્ય બનાવીશું,” તેમણે કહ્યું.

ઠાકોરે કહ્યું, “ધીમે ધીમે અમે રાજ્યના તમામ 182 વિધાનસભા મતવિસ્તારોને ગુજરાતીઓની સમસ્યાઓ અને જરૂરિયાતોને પ્રકાશિત કરતી માહિતી સાથે આવરી લઈશું. કોંગ્રેસ પાર્ટી ગુજરાતની જનતાની સાથે છે.

આક્રમક આદિવાસી નેતા અનંત પટેલે VOI ને કહ્યું કે, “અમારા કાર્યકરો આદિવાસી મત વિસ્તારમાં ઘરે-ઘરે જશે અને દરેક આદિવાસી પરિવારને આદિવાસી પત્ર આપશે. તેઓ સત્યાગ્રહ એપ પર ઘરોની વિગતો નોંધશે.

ગુજરાત કોંગ્રેસનો આ નવો અભિયાન એક્શન પ્લાન ‘ઉદયપુર ઘોષણા’નું પરિણામ છે જે પાર્ટીના તાજેતરના ત્રણ દિવસીય રાષ્ટ્રીય મંથન સત્ર અને રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠકમાંથી બહાર આવ્યું છે.

Your email address will not be published.