એસ્સાર કંપની અને તેને સરકારી જમીન આપનાર સામે લૅન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા કોંગ્રેસની માંગ

| Updated: April 18, 2022 4:45 pm

ગાંઘીનગર: ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષ કાર્યાલય ખાતે પક્ષના દંડક સી જે ચાવડાએ અને કોંગ્રસના ઉપનેતા શૈલેશ પરમારે પત્રકારોને સંબોધન કર્યું હતું. તેઓએ સુરતમાં હજીરા ખાતે એસ્સાર કંપની અને તેને સરકારી જમીન કરાર કરી સોદો કરનાર પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવા મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજુઆત કરી છે, તેઓએ પુરાવા સાથે રજુઆત કરી હતી કે, ભાજપ સરકારનો કોઈ અંદરખાને સોદો થયો છે તેથી સરકાર કોઈ પગલાં ભરતી નથી.

શૈલેષ પરમારે સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો કે, સુરતમાં હજીરા ખાતે બ્લોક નંબર-355 અને 358 નંબરની 2,24,905 ચોરસ મીટર જમીન શાંતિરામ જયરામ પટેલને સરકારે 99 વર્ષના ભાડા પેટે આપી હતી. આ સરકારી ખરપાટની જગ્યા, માત્ર નવ સાધ્ય કરવા માટે આપવામાં આવી હતી. શાંતિરામ પટેલના પરિવારે આ જગ્યા 27 મે 2005માં એસ્સાર સ્ટીલને આ જગ્યા રસીદ કરીને આપી દીધી હતી.

આ જ રીતે બીજી જગ્યામાં રજીસ્ટર દસ્તાવેજ કરી જમીનનું કરાર નામું કરી આ જગ્યા આપી દીધી હતી. આ જગ્યામાં એસ્સાર કંપનીને કબ્જા કરાર કરી દેવામાં આવ્યા છે, સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.

આ જમીન એસ્સાર સ્ટીલ અને એસ્સાર હેવી એન્જીનીયરિંગને આપી દેવામાં આવી અને એમનો અનઅધિકૃત કબજો કરવામાં આવ્યો છે, સરકારે આમાં સરકાર શ્રી દાખલ કરવામાં આવી હોવા છતાં આ કંપનીઓ દ્વારા ત્યાં ઉત્પાદન ચાલુ છે.

તેમણે જણાવ્યું હતું કે, કોગ્રેસ પાર્ટી આવનાર દિવસોમાં બીજી માહિતી પૂરી પાડશે. એસ્સાર નું બાંધકામ છે છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લીધા નથી, એટલે એવું સમજી શકાઈ કે ભાજપ સરકારે ગુપ્ત સોદો કર્યો હોય.

મહેસુલ મંત્રીને ટાંકીને તેમણે કહ્યું હતું કે, રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી અલગ અલગ જગ્યાએ રીક્ષામાં જઈને તપાસ કરે છે, અમારી માંગણી છે કે અમે મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રી ને પત્ર આપ્યો છે. અમારી માંગ છે કે નાના લોકો પર લેન્ડ ગ્રેબિંગ સરકાર દાખલ કરતી હોય તો મહેસુલ મંત્રી હજીરાની મુલાકાત કરે અને આ પરિવાર સામે અને એસ્સાર કંપની સામે લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ દાખલ કરે. સરકાર આ તાત્કાલિક અસરથી પોતાના હસ્તક લઈને કાર્યવાહી કરે. કોંગ્રેસ પાર્ટીનું ડેલીગેશન આ જગ્યાની મુલાકાત લેશે.

ડૉ.સી જે ચાવડાએ કહ્યું કે, હજીરામાં સરકારી જમીન વેચનાર અને રાખનાર બંને સામે લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરવો જોઈએ અને પાસાની કાર્યવાહી કરવી જોઈએ, એસ્સાર કંપનીએ સરકારી, જંગલ ખાતાની અને ખાનગી લોકોની જમીન પચાવી પાડી છે. સરકાર આ કૌભાંડ 2003થી ચાલે છે અને સરકાર પણ આ કૌભાંડમાં સંડોવાયેલી છે. આ કૌભાંડ એટલું મોટું છે કે 1 લાખ પાનાની ચાર્જશીટ થાય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી માંગ છે કે સરકારે જમીન પરત લેવી જોઈએ અને જાહેર હેતુ માટે ઉપયોગ કરવો જોઈએ.

Your email address will not be published.