અમદાવાદમાં કોરોના વાયરસની ચિંતાજનક સ્થિતિ, 24 કલાકમાં 165 નવા કેસ નોંધાયા

| Updated: June 14, 2022 8:22 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધતા તંત્રની ઉંઘ હરામ થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 165 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે અને 77 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. રાજયમાં કુલ 920 એક્ટિવ કેસ છે.

કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદમાં સૌથી વધુ 92 કેસ, વડોદરામાં 22 કેસ, સુરતમાં 12 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, ભાવનગરમાં 6 કેસ, જામનગરમાં 4 કેસ, મહેસાણામાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, વલસાડમાં 3, અમરેલીમાં 2 કેસ, આણંદમાં 2, ભરૂચમાં 2, કચ્છમાં 2 કેસ, બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે.

આજે રાજ્યમાં કુલ 43539 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.05 કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમજ રાજ્યમાં કોરોના સામે સાજા થવાનો દર 99.03 ટકા પહોંચી ગયો છે જે રાહતની વાત છે.

Your email address will not be published.