ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતાં હળવા થયા નિયમો, આઠ મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત્

| Updated: July 19, 2021 7:02 pm

ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 20 જુલાઈ, 2021ના રોજ સવારે છ વાગ્યાથી લઈ 1લી ઓગસ્ટ ના રોજ સવારના છ વાગ્યા સુધી નવા નિયમો અને નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.

 • તમામ દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી, ગલ્લાઓ, રેસ્ટોરન્ટસ, માર્કેટિંગ યાર્ડ સહિત અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે પરંતુ તેમણે 31 જુલાઈ, 2021 સુધીમાં કોરોનાની રસીનો પહેલો ડોઝ લેવાનો રહેશે
 • 60 ટકા ક્ષમતા સાથે જીમ કોરોના ગાઈડલાઈન્સ હેઠળ ચાલુ રાખી શકાશે
 • જાહેર બાગ-બગીચાઓ રાત્રે નવ વાગ્યા સુધી કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરત હેઠળ ખુલ્લા રાખી શકાશે.
 • લગ્ન માટે ખુલ્લા સ્થળે અથવા બંધ સ્થળે 150 વ્યક્તિની મંજૂરી આપવામાં આવશે પરંતુ તેમણે એડવાન્સમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આ અંગેની નોંધણી કરાવવાની રહેશે.
 • અંતિમક્રિયા/દફનવિધી માટે 40 વ્યક્તિઓની મંજૂરી આપવામાં આવી છે.
 •  તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક,સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 200 વ્યક્તિને મંજૂરી આપવામાં આવી છે
 • લાયબ્રેરી 60 ટકા ક્ષમતા સાથે કોરોનાના નિયમોનું પાલન થાય તે શરત હેઠળ ખુલ્લી રાખી શકાશે.
 • ધોરણ-9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સુધીના કોચિંગ સેન્ટર/ટ્યુશન કલાસીસ તેમજ અન્ય કલાસીસ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
 • શાળા કોલેજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા કોરોના ગાઈડલાઈન હેઠળ યોજી શકાશે.
 • જાહેર તથા ખાનગી બસ ટ્રાન્સપોર્ટ સેવા (નોન એસી) 100 ટકા ક્ષમતા સાથે તથા એસી બસ સેવા ૯૫ ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
 • પ્રેક્ષકોની હાજરી વગર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ/સ્ટેડિયમ/સંકુલ ચાલુ રાખી શકાશે
 • સિનેમા ઘરો,ઓડિટટોરીયમ,એસેમ્બલી હોલ 60 ટકા કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે
 • વોટરપાર્ક, સ્વિમિંગપુલ  60 ટકા હાજરી સાથે ચાલુ રાખી શકાશે
 • સ્પા સેન્ટર બંધ રહેશે

આ ઉપરાંત અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોએ આરોગ્ય વિભાગની મહત્વની સૂચનાઓઓનું પાલન કરવાનું રહેશે.

આ સિવાય રાજ્યના 8 મહત્વના શહેરોમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ રહેશે. આ સમયગાળા દરમિયાન આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે.  

Your email address will not be published.