ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 37 પોઝિટિવ કેસ નોંધાયા

| Updated: May 25, 2022 8:45 pm

રાજયમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 37 નવા કેસ સામે આવ્યા છે અને 31 લોકો સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અત્યાર સુધીમાં કોરોના સામે 10944 લોકો જંગ હારી ગયા છે અને 12,13,868 લોકો મ્હાત આપી ચૂક્યા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધારે 28 કેસ સામે આવ્યા છે. તો ગાંધીનગરમાં 3 અને સુરત અને વડોદરામાં બે-બે કેસ સામે આવ્યા છે. આ સિવાય મહેસાણા, રાજકોટમાં એક-એક કેસ સામે આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 192 છે. તો કોઈ દર્દી વેન્ટીલેટર પર નથી. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10944 લોકોના મૃત્યુ થયા છે. તો કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 12 લાખ 13 હજાર 868 લોકો સાજા થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ 99.09 ટકા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા સતત રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે. આજે સાંજે 5 કલાક સુધી કોરોના વેક્સીનના 80198 ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કોરોના રસીના 10 કરોડ 96 લાખ 38 હજાર 440 ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.

Your email address will not be published.