ગુજરાતમાં કોરોના વાયરસના 97 દિવસ બાદ 100ને પાર કેસ નોંધાયા

| Updated: June 8, 2022 7:52 pm

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો ફરી એકવાર વધતા તંત્રની ઉંઘ હરામ થઈ છે. છેલ્લા 24 કલાકમાં 111 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. 97 દિવસ બાદ 100ને પાર કોરોનાનો આંકડો પહોંચ્યો છે. આજે 29 દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. સાજા થવાનો દર 99.07 ટકા થયો છે. હાલ રાજ્યભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 445 થઈ છે. જે તમામ સ્ટેબલ છે.

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ 50 કેસ નોંધાયા છે. વડોદરામાં 25 કેસ, સુરતમાં 10 કેસ, રાજકોટમાં 9 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, વલસાડમાં 5 કેસ, આણંદમાં 2 કેસ, જામનગરમાં 3 કેસ, મહેસાણામાં એક કેસ અને મોરબીમાં એક કેસ નોંધાયો છે.

Your email address will not be published.