કોરોનાના સંકજામાં ગુજરાત: છેલ્લા 24 કલાકમાં 5677 દર્દીઓ પોઝિટિવ નોંધાયા

| Updated: January 8, 2022 7:49 pm

રાજયમાં કોરોના બેકાબૂ થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 5677 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને 1359 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. જયારે એક વ્યક્તિ કોરોના સામે જંગ હારી ગયો છે. જો અમદાવાદમાં અને સુરતમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. બીજી બાજુ રિકવરી રેટમાં ઘટાડો થયો છે.

કોરોના વાયરસની જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો, અમદાવાદ શહેરમાં 2521 કેસ, સુરત શહેરમાં 1578, વડોદરા શહેરમાં 271, રાજકોટ શહેરમાં 166, વલસાડમાં 116, રાજકોટ જિલ્લામાં 91, આણંદમાં 87, સુરતમાં 83, ખેડામાં 64, કચ્છમાં 63, ભાવનગર શહેરમાં 62, જામનગર શહેરમાં 53, ગાંધીનગર શહેરમાં 51, અમદાવાદ જિલ્લામાં 46, ભરૂચમાં 41, મહેસાણામાં 41, વડોદરામાં 38, જૂનાગઢ શહેરમાં 36 કેસ નોંધાયા છે.

ગાંધીનગર જિલ્લામાં 30, મોરબીમાં 26, નવસારીમાં 26, નવસારીમાં 26, દાહોદમાં 21, જામનગરમાં 20, અમરેલીમાં 19, બનાસકાંઠા મહીસાગરમાં 14-14, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, સુરેન્દ્રનગરમાં 13-13 કેસ નોંધાયા છે, ગીરસોમનાથમા 9, અરવલ્લી,સાબરકાંઠામાં 8-8 કેસ નોંધાયા છે. છોટાઉદેપુર, તાપીમાં 5-5 કેસ નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં 5, ડાંગ, પોરબંદરમાં 3-3, પાટણ 2, બોટાદ, નર્મદામાં 0-0 કેસ નોંધાયો છે.

ગુજરાતમાં કુલ 22901 એક્ટિવ કેસ છે. જેમાંથી 25 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 22876 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 822900 લોકો કોરોના સામે જંગ જીત્યા છે અને 10128 લોકોના મોત થયા છે.

Your email address will not be published. Required fields are marked *