છેવટે,સરકારને સમજાયું કે ગુજરાતમાં કોવિડ વાયબ્રન્ટ મોડ પર છે ; નવી માર્ગદર્શિકા જાહેર

| Updated: January 7, 2022 8:22 pm

રાજયમાં વધતા જતા કોરોના કેસોને લઇ સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી દીધી છે. આવતીકાલથી આગામી 15 જાન્યુઆરી સુધી રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફયુ રહેશે, જયારે 1થી9નું શિક્ષણ કાર્ય ઓનલાઇન કરી દેવાયું છે. દુકાન,ગલ્લા,યાર્ડ,સલૂનને રાત્રે 10 સુધી જ ચાલુ રાખવાની મંજુરી અપાઇ છે. આ ઉપરાંત સ્પા, બ્યૂટી પાર્લર,શોપિંગ કોમ્પ્લેક્સને રાત્રે 10 સુધીની છૂટ તેમજ હોટલ,રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 સુધી ચાલુ રાખી શકાશે, 11 વાગ્યા સુધી હોમડીલીવરી કરી શકાશે.

જયારે રાજકીય, સામાજિક સહિતના કાર્યક્રમો પર પણ અંકુશ મુંકવામાં આવ્યો છે. ખુલ્લામાં મહત્તમ 400 વ્યક્તિઓ સાથે કાર્યક્રમને છૂટ આપવામાં આવી છે. બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની છૂટ અપાઇ છે. ખુલ્લા સ્થળોમાં લગ્નમાં 400 વ્યક્તિઓ સુધીની છૂટ રાખવામાં આવી છે. લગ્નપ્રસંગો બંધ સ્થળોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા સાથે યોજી શકાશે પરંતુ આ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજીયાત છે.

અંતિમવિધિ,દફનવિધિમાં મહત્તમ 100 લોકોને મંજૂરી અપાઇ છે, જયારે સરકારી, પ્રાઈવેટ એસી નોન બસમાં 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. સિનેમા હોલ, જીમ,વોટર પાર્ક,સ્વિમીંગ પુલમાં 50 ટકા ક્ષમતાને મંજૂરી અપાઇ છે. લાઈબ્રેરી,ઓડિટોરીયમ,મનોરંજન સ્થળોમાં 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. જાહેર બાગ બગીચા રાત્રે 10 સુધી ખુલ્લા રહેશે. ધો. 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ સુધીના કોચિંગ ક્લાસને 50 ટકા ક્ષમતા સાથે મંજૂરી અપાઇ છે. ધો. 1 થી 9 ના ઓફલાઇન વર્ગ 31 જાન્યુઆરી સુધી બંધ કરાયા છે. માત્ર ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે. લગ્ન અને સામાજિક પ્રસંગોમાં 400 લોકોની મંજૂરી અપાઇ,
અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓને મંજૂરી, દુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે. રેસ્ટોરન્ટ 75 ટકા કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.

આ ઉપરાંત રાત્રી કર્ફુયુ દરમ્યાન બીમાર વ્યકિત,સગર્ભાઓ,અશકતવ્યકિતઓને સારવાર અટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે, ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલા વ્યકિતઓએ પોતાનું ઓળખપત્ર,ડોકટરનું પ્રીસ્ક્રીપ્શન , સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કરવાથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.

Your email address will not be published.