પાંચ નવી મેડિકલ કોલેજોની મંજુરી માટે મોટાપાયે ડોકટરોની બદલી

| Updated: July 31, 2022 8:21 pm

રાજ્યમાં 5 નવી જીએમઇઆરએસ મેડિકલ કોલેજો માટે એનએમસીની મંજૂરી મેળવવા માટે પેરિફેરલ મેડિકલ કોલેજોમાં 258 ડોક્ટર કમ મેડિકલ ટિચર્સની મોટાપાયે બદલી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર કોઈ પણ ભોગે નવી મેડિકલ કોલેજો સ્થાપવા માગે છે, એમ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ) સાથે સંકળાયેલા એક તબીબી પ્રોફેસરે જણાવ્યું હતું. કારણ કે હાલની આઠ મેડિકલ કોલેજો અને હોસ્પિટલો (એમસીએચ)માં ફરજ બજાવતા 258 ડોકટરોની છેલ્લા ચાર દિવસમાં પાંચ નવા એમસીએચ મોરબી નવસારી, પોરબંદર, રાજપીપળા અને ગોધરામાં બદલી કરવામાં આવ્યા હતા. આ તમામ એમસીએચને લેટર ઓફ પરમિશન આપવા માટે નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)નું ઇન્સ્પેક્શન હતું.

જી.એમ.ઇ.આર.એસ.એ પાંચ નવા એમસીએચમાં કોઈપણ વર્ગ-1 ના ડોક્ટરની ભરતી કરતા પહેલા જ એનએમસી પાસેથી લેટર ઓફ પરમિશન (એલઓપી) ઇન્સપેકશન માટે અરજી કરી હતી. જીએમઇઆરએસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓ ચાલુ શૈક્ષણિક વર્ષ 2022-23થી જ એમબીબીએસના પ્રથમ વર્ષ માટે પ્રવેશ શરૂ કરવાની આશા રાખે છે.

જી.એમ.ઇ.આર.એસ.એ આ વર્ષે જૂનમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે ત્રણ વર્ષની એડહોક ભરતી પ્રક્રિયા શરૂ કરી હોવા છતાં, આ પ્રક્રિયા હજી પૂર્ણ થઈ નથી. અત્યાર સુધી, સિનિયર રેસિડન્ટસ અને ટયુટરને જ નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે, જ્યારે પાંચ નવા એમસીએચના ડીન પણ કામચલાઉ છે.

આનાથી મોટા પાયે ટ્રાન્સફર થઈ છે, જે કદાચ ગુજરાતમાં જાહેર હેલ્થકેર સિસ્ટમના ઈતિહાસમાં સૌથી મોટી છે. 5 નવી મેડિકલ કોલેજોની મંજુરી માટે, સોલા-અમદાવાદ, ગાંધીનગર, ગોત્રી-વડોદરા, ધારપુર-પાટણ, હિંમતનગર, વલસાડ, જૂનાગઢ અને વડનગર ખાતેના હાલના એમસીએચને થોડા સ્ટાફ સાથે રાખી દેવાયા છે.જીએમઇઆરએસ મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ ડો.હિરેન પ્રજાપતિએ આ અંગે કોઇ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

દરમિયાન 26 જુલાઇના રોજ જીએમઇઆરએસ ગોધરામાં 57 અને જીએમઇઆર પોરબંદરમાં 55 તબીબોની બદલી કરવામાં આવી હતી. 29 જુલાઇના રોજ જીએમઇઆરએસ મોરબીમાં 40 અને નવસારી અને રાજપીપળાની નવી મેડિકલ કોલેજોમાં 53-53 તબીબોની બદલી કરવામાં આવી હતી.

જીએમઇઆરએસના સીઇઓએ શુક્રવારે અમદાવાદની જીએમઇઆરએસ સોલા એમસીએચના તબીબોની બદલી મોરબી અને પોરબંદરની નવી કોલેજોમાં કરી હતી, જ્યારે સોલા ખાતે એનએમસીની પરીક્ષાનું ઇન્સપેકશન ચાલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઇન્સપેકશન 29 અને 30 જુલાઈના રોજ વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યું છે.

જી.એમ.ઇ.આર.એસ. સોલા એમસીએચ ખાતે ઇન્સપેકશનના પ્રથમ દિવસે, બી-ફોર્મ, જે હોસ્પિટલની સુવિધાઓ અને સંપૂર્ણ સ્ટાફનું લિસ્ટ હોય છે તે એનએમસીને આપવામાં આવ્યું ન હતું, તેમ ડોકટરોએ જણાવ્યું હતું. તે હવે સબમિટ કરવામાં આવે તેવી સંભાવના છે.

જો કે, તે થાય તે પહેલાં, જીએમઇઆરએસ સોલા એમસીએચના 24 તબીબી શિક્ષકો અને 5 શિક્ષકોની બદલી મોરબી અને રાજપીપળા ખાતેની નવી કોલેજોમાં કરાઇ હતી. કારણ કે તેમના એલઓપી ઇન્સપેકશન હજુ બાકી છે.

કદાચ આ તબીબોને 30 મી જુલાઈએ સોલામાં ફરજ બજાવતા બતાવવા પડશે તેમ સમજીને, જીએમઇઆરએસ સોલા એમસીએચના અધિકારીઓએ શુક્રવારે મોડી સાંજે મૌખિક રીતે તેમની બદલીઓ અટકાવી દીધી હતી.

આ અંગે જીએમઇઆરએસ સોલા એમસીએચના ડીન ડો.નીતિન વોરાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ અમે હાલ અમારી મેડિકલ કોલેજમાંથી ડોક્ટરોની બદલી અટકાવી દીધી છે. ડો.વોરાએ તેના માટેના કોઈપણ કારણો આપવાનો ઇનકાર કર્યો હતો.

મળતી માહિતી મુજબ જીએમઇઆરએસ સિનિયર તબીબી શિક્ષકની ચાર દિવસમાં બે વખત બદલી કરવામાં આવી હતી. જી.એમ.ઇ.આર.એસ. હિંમતનગર એમ.સી.એચ.માં ફિઝિયોલોજીના પ્રોફેસરની 26 જુલાઇના રોજ બદલી કરવામાં આવી હતી, તે પછી તેમની બદલી એમ.સી.એચ. પોરબંદર ખાતે કરાઇ હતી.એન.એમ.સી.નું ઇન્સપેકશન 29 જુલાઇના રોજ પૂર્ણ થયા બાદ તે જ દિવસે તેમની બદલી નવા મોરબી એમસીએચમાં કરવામાં આવી હતી.

Your email address will not be published.