Site icon Vibes Of India

ગુજરાતની ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી થકી ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદીને મળશે વેગ – ઈન્ડસ્ટ્રી એક્સપર્ટસ

પહેલી જુલાઈ  2021 થી અમલમાં આવેલી ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી થકી આગામી 4 વર્ષોમાં 110,000 ઈલેક્ટ્રીક ટુ વ્હીલર, 70000 ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર અને 20000 ઈલેક્ટ્રીક ફોરવ્હીલરને ફાયદો થશે. 

ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા સરકારે 22 જૂનના દિવસે ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી 2021 ની જાહેરાત કરી. જે મુજબ કેન્દ્રીય સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડી ઉપરાંત ઈન્સેન્ટિવ સ્વરૂપે રૂપિયા 10,000 / KwH આપવાની જાહેરાત કરી છે. આની સાથે જ ઈલેક્ટ્રીક વ્હીકલ વસાવનારને ઈલેક્ટ્રીક ટુ વ્હીલર માટે ૨૦ હજાર સુધીની સબસીડી, ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર માટે ૫૦,૦૦૦ સુધીની સબસિડી અને ઇલેક્ટ્રિક 4 વ્હીલર માટે દોઢ લાખ સુધીની સબસિડી મળશે. પહેલી જુલાઈ  2021 થી અમલમાં આવેલી ગુજરાત સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી થકી આગામી 4 વર્ષોમાં 110,000 ઈલેક્ટ્રીક ટુ વ્હીલર, 70000 ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર અને 20000 ઈલેક્ટ્રીક ફોર વ્હીલરને ફાયદો થશે. પોલિસી અમલના ચાર વર્ષ દરમિયાન ગુજરાત સરકાર 870 કરોડ રૂપિયાની સબસીડી પૂરી પાડશે.

ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નવા નિયમ અને પોલિસીની જાહેરાત કરતા કહ્યું, “રાજ્ય ની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી લોકોને ઇલેક્ટ્રિક વ્હીકલ વસાવવા પ્રોત્સાહન આપશે અને આ જ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. આ પોલીસીનો મુખ્ય ધ્યેય રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલને લોકો અપનાવે અને ગુજરાતને ઇલેક્ટ્રિક વ્હીકલના મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા તરફ આગળ વધી શકાય. સાથે જ રાજ્યમાં પ્રદૂષણ ઘટાડવા નવા સ્ટાર્ટ અપને પ્રોત્સાહન અને વેગ આપવા અને ઈ – મોબીલીટીના ક્ષેત્રમાં નવા ઈન્વેસ્ટર લાવવાના ધ્યેય સાથે આ પોલિસી ની જાહેરાત કરવામાં આવી છે. ” સાથે તેમણે ઉમેરતા કહ્યું કે ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે અલગથી ઈન્સેન્ટિવની વ્યવસ્થા કરવામાં આવી છે. 
DBT સિસ્ટમ દ્વારા લાભ મેળવનાર વ્યક્તિને સબસીડી ડાયરેક્ટ ટ્રાન્સફર થઇ જશે. ગુજરાત આરટીઓ દ્વારા માન્ય કોઈપણ ઇલેક્ટ્રિક વ્હીકલ, ખાનગી કે કમર્શિયલને રજિસ્ટ્રેશન ફી બાદ મળશે અને કેન્દ્ર સરકારની FAME – 2 યોજના હેઠળ વધારાની સબસિડી મળશે. સાથે જ રાજ્યના પહેલા 250 કોમર્શિયલ ચાર્જિંગ સ્ટેશન એકમ માટે 25% સુધી ની (રૂપિયા 10 લાખ સુધી) કેપિટલ સબસિડી મળવાપાત્ર છે. આ સબસિડી થી ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરો વેગ મળશે. 

હીરો ઇલેક્ટ્રીકના મેનેજીંગ ડિરેક્ટર નવીન મુંજાલ કહે છે, ” કેન્દ્ર સરકારના FAME પોલિસીમાં હાલના સુધારા બાદ ગુજરાત રાજ્ય દ્વારા કરેલી જાહેરાત આવકારદાયક પગલું છે જેનાથી ઇલેક્ટ્રિક વાહન વસાવવા લોકો આકર્ષિત થશે.” 
તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું કે આ જાહેરાતની સાથે હીરોના ઇલેક્ટ્રિક વ્હીકલની કિંમતમાં ઘટાડો જરૂરથી આવશે અને બીજા રાજ્યો કરતાં ગુજરાતમાં હીરો ઈવી વધુ સરળ કિંમતે ખરીદી શકાશે. 
ICRA મુજબ ગુજરાત રાજ્ય દ્વારા જાહેર કરવામાં આવેલા બદલાવ હકારાત્મક છે ખાસ કરીને ઈલેક્ટ્રીક ટુ વ્હીલર અને ઇલેક્ટ્રિક થ્રી વીલર શ્રેણીમાં. FAME 2 માં જે શામેલ નથી એવા ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલ પણ ખાનગી ઉપયોગ માટે લેવામાં આવતા એવા ને ગુજરાત રાજ્યની નવી પોલિસીમાં આવરી લેવામાં આવ્યા છે. 

ICRA વાઇસ પ્રેસિડેન્ટ અને સેક્ટર હેડ – કોર્પોરેટ રેટિંગ, આશિષ મોદાણી કહે છે, “ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા નિર્દેશિત કાનૂન માં સુધારા અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી ઈન્સેન્ટિવ જાહેરાત થકી ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ની કિંમતમાં રૂપિયા 30 હજાર સુધીનો ઘટાડો લાવી શકે છે જે ખૂબ મોટી વાત છે અને પરંપરાગત વાહનો સાથે ની કિંમતની તુલનામાં ઇલેક્ટ્રિક વ્હીકલ હવે મોંઘા નહીં રહે. સાથે જ ગુજરાતમાં ઇલેક્ટ્રિક કાર ના માલિક ને રૂપિયા દોઢ થી ત્રણ લાખ સુધીની સબસિડી ખૂબ જ મોટી વાત છે જે કેન્દ્ર સરકાર ની FAME 2 પોલિસી માં સામેલ નથી. ” 
ચાર્જીંગ સ્ટેશન ઉભા કરનાર ડેવલપરો, ખાનગી ઉદ્યોગ એકમો અથવા નાગરિકો ને ચાર્જીંગ સ્ટેશન માટે ની સબસીડી માટે તેઓ ત્યારે જ હકદાર બનશે જ્યારે કેન્દ્ર સરકારની બીજી કોઈ યોજના હેઠળ તેમણે સબસિડી લીધી ન હોય. 

ઓલાના ચેરમેન અને ગ્રુપ સીઈઓ ભાવેશ અગ્રવાલ જણાવે છે કે, ” ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ની ક્રાંતિ આવી રહી છે. 2017માં કર્ણાટક થી લઈને આજે ગુજરાત સુધી 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે સબસીડી જાહેર કરતા સામાન્ય માણસ માટે પોસાય તેવી કિંમતે માર્કેટમાં રજૂ કર્યા છે. ઇલેક્ટ્રિક વ્હીકલ ને પ્રોત્સાહિત કરવા ઓલ પ્રતિબદ્ધ છે અને અમે ઓલા ફ્યુચર ફેક્ટરી અને ઓલા સ્કૂટર સાથે અમે ટૂંક સમયમાં આવી રહ્યા છીએ. ” 

ગુજરાત સરકાર સાથોસાથ ઇલેક્ટ્રિક વ્હીકલ ના ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહિત વિવિધ બિઝનેસ મોડલ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કરશે. બેટરી અને ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર ની આંતર કંપની બદલી ને ડિસ્ટ્રીબ્યુટર અને ઈન્વેસ્ટરો માં પ્રોત્સાહિત કરશે. ચાર્જિંગ પોઈન્ટ ઉભા કરવા માંગવી કંપની અથવા તો ખાનગી ઇન્વેસ્ટરને દરેક હાઉસિંગ સોસાયટી અને કમર્શિયલ એકમો NOC સર્ટીફીકેટ આપશે. આ પોલીસી ના ચાર વર્ષના સમયગાળા દરમિયાન ચાર્જિંગ સ્ટેશનોને ઇલેક્ટ્રિસિટી અથવા વીજ કર માંથી સો ટકા મુક્તિ મળશે. 

શૈલેષ ચંદ્ર, પ્રેસિડેન્ટ, પેસેન્જર વ્હિકલ બિઝનેસ યુનિટ, ટાટા મોટર ના કહેવા પ્રમાણે, ” ગુજરાત ગવર્મેન્ટ ની ઈન્સેન્ટિવ આપી ઇલેક્ટ્રિક વ્હીકલ ની પોલીસી અને દરેક કેટેગરીના ઇલેક્ટ્રિક વ્હીકલ નો સમાવેશ કરતી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી એ વાત ની સાબિતી આપે છે કે રાજ્ય સરકાર પર્યાવરણ ના સંરક્ષણ અને પ્રદૂષણને નાથવા માટે કટિબદ્ધ છે અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને પગલાં ભરી રહી છે. ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવેલ પ્રયોગ થી ઇલેક્ટ્રિક વ્હીકલ ની ખરીદ ખચકાટ દૂર થશે અને વધુ ને વધુ લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ ના માલિક બનશે. આવી વિકાસ લક્ષી પોલિસીની જાહેરાત બદલ અમે ગુજરાત સરકાર ને અભિનંદન પાઠવીએ છીએ. ” 

ઉદય નારંગ, ચેરમેન, ઓમેગા સીકી મોબિલીટી કહે છે,” ગુજરાત સરકાર દ્વારા નવી સુધારેલી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલીસી અસાધારણ અને હકારાત્મક છે. અમે આ પહેલને આવકારીએ છીએ. અમારા મત મુજબ આ એક ખૂબ મોટી પહેલ છે રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંપૂર્ણ ઇકો સિસ્ટમ સ્થાપવા માટે. કેન્દ્ર સરકારની હાલમાં જ જાહેર કરવામાં આવેલી FAME ll પોલીસીની સાથોસાથ રાજ્ય સરકારની આ સબસીડી આપવાની જાહેરાત ગુજરાતમાં અને દેશમાં ઇલેક્ટ્રિક વ્હીકલ ની લોકપ્રિયતામાં વધારો કરશે અને ભારત દેશને ઇલેક્ટ્રિક વ્હીકલ ઉદ્યોગ તરીકે ખૂબ મોટી ખ્યાતિ અપાવશે.”