ગુજરાત સરકારના ગેઝેટ્સ મેળવવાનું કામ થયું આસાનઃ જાણો કઈ રીતે

| Updated: July 12, 2021 3:01 pm

પેપરલેસ ગર્વનન્સની દિશામાં ગુજરાત સરકારે એક મહત્ત્વનું પગલું લીધું છે, જે મુજબ હવેથી રાજ્ય સરકારના ગેઝેટ્સને ઓનલાઈન એક્સેસ કરી શકાશે. રાજ્ય સરકારના તમામ સાધારણ અને અસાધારણ ગેઝેટ્સ ડિઝીટલ- ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર જોઈ શકાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માટેની વેબસાઇટ egazette.gujarat.gov.inને ગાંધીનગરમાં લોન્ચ કરી હતી. ગેઝેટના મુદ્રણ-પ્રિન્ટીંગની પરંપરાગત પ્રક્રિયાનો અંત આવવાથી દર વર્ષે અંદાજે 35 મેટ્રિક ટન પેપરની બચત કરી શકાશે.

કોઇપણ વ્યક્તિ, સંસ્થા વેબસાઇટના માધ્યમથી ગેઝેટને વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકશે. ડાઉનલોડેડ કોપીની અધિકૃતતા માટે QR કોડની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
હાલમાં વિભાગ પાસે 30 વર્ષ જૂના જે ગેઝેટ ઉપલબ્ધ છે તે પણ એક મહિનામાં આ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવશે.

વેબસાઇટ ઉપર ગેઝેટની તાત્કાલિક ઉપલબ્ધતાથી વહીવટમાં અસરકારકતા વધશે તેમજ ગેઝેટના મેન્યુઅલ રેકર્ડ નિભાવવામાંથી મુક્તિ મળશે. પરિણામે નાગરિકો, અરજદારો, સરકારી કચેરીઓને અગાઉ પ્રસિદ્ધ થઇ ગયેલા જૂના ગેઝેટની નકલો મેળવવામાં પડતી સમસ્યાનું નિવારણ થશે. રાજ્ય સરકારના તમામ વિભાગોના ગેઝેટ માટે ફકત એક જ સેન્ટ્રલાઇઝડ વેબસાઇટ તરીકે તમામ માહિતી સરળતાએ લોકોને મળતી થશે.

Your email address will not be published.