ઉર્જા વિભાગમાં ગેરરીતી બાાબતે ગુજરાત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષે વિરોધ નોંધાવ્યો

| Updated: January 11, 2022 4:51 pm

ઉર્જા વિભાગમાં છબરડા થતા વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને સાથ આપવા માટે આજે ગાંધીનગરના અખબાર ભવન ખાતે રાજપુત સમાજ દ્વારા કરણી સેનાના પ્રતિનીધીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ભરતી કૌભાંડ અંગે સરકારી બાબુઓ પર આકરા પ્રહાર કરી વિરોધ કર્યો હતો. રાજપુત કરણી સેના ગુજરાત દ્વારા ભરતી કૌભાંડ બાબતે કરણી સેના દ્વારા પ્રેસ યોજીને રાજપુત કરણીસેનાના અધ્યક્ષ જે.પી જાડેજાએ જણાવ્યું હતુ કે, રાજપુત કરણી સેનાનું કામ 18 વર્ણમાં અન્યાય થાય તો વિરોધ કરતી હોય છે. સરકારી ભરતીમાં ગેરરીતિમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જેથી અમને એવુ લાગ્યુ કે અમારે આગળ આવવુ જોઈએ. જોકે તેમણે જણાવ્યુ હતુ કે, હવે કોઈ એક વ્યક્તિએ નહિ પરંતુ તમામ સમાજોએ આ પ્રકારની પરિસ્થિતિમાં આગળ આવવું પડશે.

તેમણે જણાવ્યું હતુ કે, આપણે સૌ કોઈ યુવરાજસિંહ સાથે ઉભા રહીએ. જે પણ યુવાનો તૈયારી કરતા હોય છે અને તમામ પરિક્ષાઓમાં ભરતી કૌભાંડ સતત ચાલુ રહે તેનાથી યુવાનો હતાશ થઈ જતા હોય છે. જે.પી જાડેજાએ જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી અને ગૃહરાજ્ય મંત્રીને વિનંતી કે આ પ્રકારના છબરડાઓ થતા રોકે તેમજ તેના પર ઠોસ પગલાં લે, અમારી કરણી સેના યુવકાજસિંહ સાથે છે અને કોઈપણ પ્રકારની ધાકધમકીથી ડરીશુ નહી. જોકે, અસામાજિક તત્વોએ યુવરાજસિંહને તોડવા પ્રયાસ કરતા હોય છે. જે.પી જાડેજાએ જણાવ્યું હતુ કે, સરકારનું કામ યુવરાજસિંહ કરી રહ્યા છે. સરકાર યુવરાજસિંહને રક્ષણ આપે અને યોગ્ય તેમજ સ્વતંત્ર તપાસ સરકાર કરે તેવી માંગણી કરું છું.

Your email address will not be published.