ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકનો નડિયાદના સ્થાનિક પત્રકાર સામે પાંચ કરોડનો માનહાનિનો દાવો

| Updated: July 29, 2022 4:00 pm

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પંકજ કુમાર દેસાઈએ નડિયાદના સ્થાનિક પત્રકાર અને પત્રકારના પરીવારના અન્ય બે સભ્યો સામે રૂપિયા પાંચ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. નડિયાદ પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં કરેલી અરજીમાં તેમણે જણાવ્યું હતું કે પત્રકાર અને તેના પરીવારે પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. પંકજકુમાર દેસાઈએ કરેલા દાવામાં સ્ટેટ મોનીટરીંગ સાપ્તાહિકના એડિટર ગિરધારી ચાંડક, માલિક અને પબલિશર મમતા ગિરધારી ચાંડક અને આ બંનેના દીકરા કુંજ ચાંડક પર પાંચ કરોડ રૂપિયાનો દાવો કર્યો છે.

નડિયાદના પાંચ ટર્મ થી ચૂંટાતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પંકજ કુમાર દેસાઈએ કોર્ટમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે નડિયાદથી પ્રકાશિત થતાં એક સાપ્તાહિકના માલિક, એડિટર, પ્રકાશક, તંત્રી કે જેના પદભાર એક પત્રકાર અને તેના પરીવારના નામે છે એ લોકોએ પેપરના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચાર છાપી જેમાં ખોટા આક્ષેપ કરી ધારાસભ્યને બદનામ કરી રહ્યા છે અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે.

તેઓ નડિયાદ વિધાનસભા બેઠક પરથી પાંચ ટર્મથી ચૂંટાઈ આવે છે અને તેઓ જાહેર જીવનમાં એ પહેલાથી સક્રિય છે અને તેઓ નડિયાદની જાહેર સંસ્થાઓમાં પણ અનેક પ્રકારના પદો પર કાર્યરત છે. આ અંગે તેમણે દાવામાં જણાવ્યું છે કે ધારાસભ્ય પંકજ કુમાર દેસાઈએ કરેલ દાવામાં તેમણે જણાવ્યું છે કે પત્રકાર અમોને ગુંડા ટોળકીના સભ્ય તરીકે દર્શાવે છે અને વીડિયો લાઈવ કરીને તથા ખોટા ન્યુઝ છાપી પ્રસિદ્ધ કરીને જાહેરમાં અમારી બદનક્ષી કરી છે જેના કારણે આબરૂને ધક્કો પહોંચ્યો છે. આની માઠી અસર રાજકીય જાહેર જીવન પર પડે તેમ છે અને લોકોને ખુલાસા કરવા પડે છે જેથી આબરૂને ધક્કો પહોંચતા આ દાવો કરવાની જરૂર પડી છે.

Your email address will not be published.