સમગ્ર દેશમાં ટુ-વ્હીલર ધારકોમાંમાં ગુજરાત પાંચમાં સ્થાને: કારમાં જમ્મુ-કાશ્મીર પ્રથમ

| Updated: May 16, 2022 4:15 pm

નવી દિલ્હીઃ ગુજરાતમાં કાર અને ટુ-વ્હીલરું પ્રમાણ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ જેવા રાજ્યો કરતાં પણ વધારે છે.  ગુજરાતમાં 61 ટકા લોકો પાસે ટુ-વ્હીલર છે અને 11 ટકા લોકો પાસે કાર છે.

નેશનલ ફેમિલી હેલ્થ સરવે 2019-20 પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં 23.7 ટકા, હિમાચલ પ્રદેશમાં 22.10 ટકા, પંજાબમાં 21.90 ટકા, નાગાલેન્ડમાં 21.30 ટકા લોકો કારના માલિક છે. બીજી બાજુ મહારાષ્ટ્રના 8.7 ટકા, રાજસ્થાનમાં 8.2 ટકા, ઉત્તરપ્રદેશમાં 5.5 ટકા, મધ્યપ્રદેશમાં 5.3 ટકા લોકો પાસે કાર છે.

સમગ્ર દેશમાં કાર માલિકોની સંખ્યા 7.5 ટકા છે. આ પહેલા 2018ના વર્ષમાં આ ટકાવારી છ ટકા હતી. ગુજરાતમાં 61.10 ટકા લોકો પાસે ટુ-વ્હીલર છે. બીજી તરફ પંજાબમાં 75.60 ટકા લોકો પાસે ટુ-વ્હીલર છે. રાજસ્થાનમાં 66.40 ટકા, તમિલનાડુમાં 63.90 ટકા, લોકો પાસે ટુ-વ્હીલર છે. આમ સૌથી વધુ ટુ-વ્હીલર ધરાવતા રાજ્યોમાં ગુજરાત પાંચમાં સ્થાને છે. સમગ્ર દેશમાં ટુ-વ્હીલર ધરાવનારાઓનું પ્રમાણ 49.70 ટકા છે.

ગુજરાતના 12.70 ટકા ઘરોમાં વોશિંગ મશીન છે. જ્યારે સમગ્ર દેશમાં આ ટકાવારી 18 ટકા છે. ઘરમાં સૌથી વધુ વોશિંગ મશીન ધરાવતા રાજ્યોમાં પંજાબ 66.40 ટકા સાથે મોખરે છે. દિલ્હી 65.30 ટકા સાથે બીજા ક્રમે છે. હરિયાણા 61.20 ટકા સાથે ત્રીજા ક્રમે છે. ગુજરાતના 52.60 ટકા ઘરમાં ફ્રીજ છે. સમગ્ર દેશમાં આ ટકાવારી 38.60 ટકા છે. બિહારમાં ફક્ત દસ ટકા ઘરમાં ફ્રીઝ છે. ગુજરાતમાં 17.50 ટકા ઘરમાં એસી છે. સમગ્ર દેશમાં આ પ્રમાણ 20 ટકા છે.

Your email address will not be published.