ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 874 નવા કેસ, અમદાવાદમાં 287 પોઝિટિવ

| Updated: August 3, 2022 8:56 am

એક દિવસ અગાઉ કોરોનાના દૈનિક કેસમાં થોડા ઘટાડા બાદ, મંગળવારના રોજ ગુજરાતમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં વધારો નોંધાયો હતો. મંગળવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કુલ 874 કેસ નોંધાયા હતા. જોકે રાજ્યમાં મંગળવારે કોરોનાના કારણે એક પણ મૃત્યુ નોંધાયા ન્હોતા.

આ સાથે, ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા 12,56,651 પર પહોંચી ગઈ છે અને રાજ્યમાં મૃત્યુઆંક 10,971 પર યથાવત રહ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1,030 કોવિડ-19 દર્દીઓ સાજા થયા હતા અને રાજ્યમાં કુલ રિકવરીનો આંકડો 12,29,423 પર પહોંચ્યો છે. પરિણામે, મંગળવારના રોજ રાજ્ય પર કુલ સક્રિય કેસલોડ 6,257 પર પહોંચ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં નવા કોવિડ -19 કેસોના જિલ્લાવાર વિતરણની વાત કરીએ તો, અમદાવાદમાં મંગળવારે 287 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા અને આથી શહેરમાં સક્રિય કેસનો ભાર 2,225 પર પહોંચ્યો છે.

ઉપરાંત મંગળવારે છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 94 નવા કેસ, ગાંધીનગર શહેરમાં 41, મહેસાણા 37, સુરત શહેરમાં 35, ગાંધીનગરમાં 34 તેમજ રાજકોટમાં 31 નવા કેસ નોંધાયા હતા.

Your email address will not be published.