ગુજરાત: કોરોનાના દૈનિક કેસોમાં નોંધપાત્ર ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 606 નવા કેસ

| Updated: August 2, 2022 8:48 am

કોરોનાના કેસોમાં ઘટતુ વલણને દર્શાવતા, સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં દૈનિક પોઝિટિવ કોવિડ -19 કેસની સંખ્યા 606 નોંધાઈ હતી. નોંધનીય છે કે, ચાર દિવસ પહેલા જ રાજ્યમાં દૈનિક કેસ સતત કેટલાક દિવસો સુધી એક હજારનો આંકડો પાર કરી રહ્યો હતા.

અમદાવાદમાં પણ સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં કુલ 176 કેસ સાથે દૈનિક પોઝિટિવ કોવિડ -19 કેસોમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ બાદ 77 સાથે સુરત, 75 સાથે મહેસાણા, વડોદરામાં 73, ગાંધીનગરમાં 40 અને 25 કોવિડ-19 કેસો સાથે રાજકોટ રહ્યાં હતાં.

ગુજરાતમાં સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં એક મૃત્યુ સાથે 729 કોવિડ -19 દર્દીઓ સાજા થયા હતા. આનાથી રાજ્યના કુલ કેસોની સંખ્યા 12,55,777એ પહોંચી હતી અને કુલ કોવિડ મૃત્યુઆંક 10,971 પહોંચ્યો હતો. આ સિવાય રાજ્યમાં રિકવરીનો આંકડો 12,38,393 પહોંચ્યો હતો, જેનાથી હાલ રાજ્ય પર 6,413 સક્રિય કેસનો ભાર છે.

આ ઉપરાંત, ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2.74 લાખથી વધુ કોવિડ-19 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતા. આથી રાજ્યમાં રસીકરણ કરાયેલી કુલ વસ્તીનો આંકડો 11.64 કરોડથી વધુ થઈ ગયો છે.

Your email address will not be published.