ગુજરાતમાં ગુરુવાર અને શુક્રવારે સતત બે દિવસ 1,100થી વધુ કેસ નોંધાયા બાદ શનિવારના રોજ કોરોનાના કુલ 1,012 નવા કોવિડ -19 કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારના રોજ અનુક્રમે 1,101 અને 1,128 પોઝિટિવ કેસ આવ્યા હતા.
આ ઉપરાંત રાજ્યમાં આશરે ચાર મહિના બાદ ગુરુવારે સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા. આ પહેલા 14 ફેબ્રુઆરી, 2022ના રોજ રાજ્યમાં કુલ 1,040 દૈનિક પોઝિટિવ કેસ નોંધાયા હતા.
શનિવારના રોજ પણ રાજ્યના સૌથી વધુ દૈનિક પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 320 નવા કેસ સાથે જિલ્લાવાર યાદીમાં અમદાવાદ ટોચ પર રહ્યું હતું. ત્યારબાદ વડોદરા 123 કેસ, મહેસાણા 99 કેસ, સુરત 75 અને 52 દૈનિક પોઝિટિવ કેસ સાથે કચ્છ રહ્યાં હતા.
આ ઉપરાંત અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં બે કોવિડ-19 દર્દીઓના મોત નોંધાયા હતા. જેથી શનિવારના રોજ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,970 પહોંચ્યો હતો. આ સાથે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરીનાથી 954 દર્દીઓ સાજા થયા હતા અને રાજ્યમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 12,36,985એ પહોંચ્યો હતો.
શનિવારે ગુજરાતમાં સક્રિય કેસની કુલ સંખ્યા 6,274 રહી હતી તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 12,54,229 પર પહોંચી ગયા હતા.
ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સામે 6.47 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતા. શનિવારે રાજ્યમાં રસી પ્રાપ્ત કરનાર કુલ વસ્તીની સંખ્યા 11.62 હતી.