કેન્દ્ર સરકારે જાહેર કરેલા ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ 2020-21માં મહારાષ્ટ્ર અને ગોવાને પાછળ રાખીને ગુજરાત નંબર 1 પર આવ્યું છે.અને દેશના મોટા 20 રાજ્યોના 10 અલગ અલગ સેક્ટરમાં 58 ઈન્ડિકેટર્સના આધારે આ નંબર અપાયા છે. કેન્દ્રની મોદી સરકારે રાજ્યોમાં સુશાસન વધે અને પ્રજાલક્ષી કામગીરીનો વ્યાપ વધે તે માટે ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સની શરૂઆત કરી હતી.
આ વર્ષે ગુજરાતે પોતાના પરફોર્મન્સમાં 12.3 % નો વધારો કર્યો હોવાનો રિપોટ સામે આવ્યો છે.ગુજરાતે મહારાષ્ટ્ર અને ગોવાને પાછળ રાખીને નંબર 1 પર આવ્યું છે.મોદી સરકારે રાજ્યોમાં સુશાસન વધે અને પ્રજાલક્ષી કામગીરીનો વ્યાપ વધે તે માટે ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સની શરૂઆત કરવામાં આવી હતી.
ગુજરાતે બીજા 5 સેક્ટર્સમાં પોતાના પરફોર્મન્સને સુધાર્યું
ગુજરાતમાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટ, જયુડિશિયરી એન્ડ પબ્લિક સેફ્ટીમાં સુધારો આવ્યો છે.અને બીજી બાજુ કોરોનાકાળમના સંજોગો હોવા છતા ગવર્નન્સ ઈન્ડેક્સમાં ગુજરાત મોડલ છવાયેલું જોવા મળ્યું છે.