ગુજરાત યુનિવર્સિટીઃ માસ્ટર ઓફ સાયન્સમાં રિશફલિંગ રાઉન્ડ રદ

| Updated: August 4, 2022 3:41 pm

ગુજરાત યુનિવર્સિટીએ (#Gujarat University) કોલેજોમાં સીટોની ઉપલબ્ધતાને લઈને સર્જાયેલા ગૂંચવાડાના લીધે માસ્ટર ઓફ સાયન્સમાં 250 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કર્યો છે.ગુજરાતે એમએસસીના (#MSc)કોર્સમાં એકેડેમિક એડમિશનનો (#Admission) પ્રથમ રાઉન્ડ પૂરો કર્યો હતો, તેમા કુલ 2,400 સીટ સામે 5,400 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

આ પણ વાંચોઃ રાજ્યમાં કૌટુંબિક સુરક્ષા સાથે સૌહાર્દભર્યુ વતાવરણ સર્જાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ: રાજેન્દ્રભાઇ ત્રિવેદી

લગભગ એક હજાર વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું હતું અને તેમને કોલેજ પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. તેના પછી ગુજરાત યુનિવર્સિટીએ ફેરફારનો રાઉન્ડ શરૂ કર્યો હતો, તેના હેઠળ જે વિદ્યાર્થી પોતાની કોલેજ બદલવા માંગતો હોય તે બદલી શકે છે. આમાથી લગભગ 250 વિદ્યાર્થીઓએ આ રિશફલિંગ રાઉન્ડ (#Reshuffling round) એટલે કે ફેરફારના રાઉન્ડમાં કોલેજ બદલવા માટે અરજી કરી હતી. આમાથી ઘણાએ હાયર પેમેન્ટ મોડ અપનાવ્યો હતો, જેથી તેઓ પસંદગીની કોલેજોમાં એડમિશન મળી શકે.

કોલેજોને વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં આવ્યા પછી કેટલીય ગ્રાન્ટ-એઇડ કોલેજોમાં વધારે સીટ્સની મંજૂરી આપવામાં આવી છે. હવે જે વિદ્યાર્થીઓએ ઊંચી ફી આપીને પસંદગીની કોલેજમાં જવાનો નિર્ણય લીધો છે, તેઓ તો તે કોલેજમાં જઈ શકવાના છે.

Your email address will not be published.